કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. તિરંગા યાત્રાનું પ્રસ્થાન તેમણે કરાવ્યું હતું. તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી જનસંબોધન કર્યું હતું જેમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ગાંધીનગરના માણસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે સંસદમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરી હતી. ઉપરાંત યુપીએના સમયમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પણ તેમણે વાત કરી હતી.
પોતાના સંબોધનમાં યુપીએ પર કર્યા આકરા પ્રહાર
અમિત શાહે કહ્યું કે યુપીએ વાળા અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યા. પણ મોદી સાહેબે જે ધૂલાઈ કરી એમની, કે જવાબ આપવા પણ ઉભા ન રહ્યા. અને આ યુપીએ એટલે, કોંગ્રેસ એટલે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવા વાળા નેતાઓનો સમૂહ. હમણાં તેમણે નામ બદલી નાખ્યું બોલો. પણ તમે તેને યુપીએના નામથી જ બોલાવજો કારણ કે, નામ ક્યારે બદલવું પડે કોઈ પેઢી કાચી પડે, દેવાળું કાઢે તો નામ બદલવું પડે કે ના બદલવું પડે? આમણે 12 લાખ કરોડના ઘોટાળા કર્યા,ભ્રષ્ટાચાર કર્યા વોટ કોણ આપે બોલો? આપે? એટલે નામ બદલીને આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે હું અંગ્રેજીનો વિરોધી નથી પણ ગુજરાતીને જીવતી રાખવાની જવાબદારી આપણી છે, બાળક જો ગુજરાતી નહીં શીખે તો ગુજરાતને ઓળખશે નહીં અને દેશને પણ નહીં ઓળખે અને જો દેશને નહીં ઓળખે તો દેશનું ભલું ક્યારેય નહીં કરી શકે.