દિલ્હીમાં સાહિલે લિવ ઇન પાર્ટનર નિક્કીને ઉતારી મોતને ઘાટ, લાશને ફ્રિઝમાં છૂપાવી બીજી છોકરી સાથે કર્યા લગ્ન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-15 13:06:57

જ્યાં લોકો હજી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસને ભૂલી નથી શક્યા ત્યાં ફરી એક વખત દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર જેવી ઘટના સામે આવી છે. 24 વર્ષના યુવકે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી તેમની લાશને ફ્રિજમાં મૂકી દીધી. યુવકે બીજા લગ્ન કરી દીધા. જે છોકરીની હત્યા કરવામાં આવી તેનું નામ નિક્કી યાદવ હતું.     


ઘટના બાદ સાહિલે કરી લીધા લગ્ન  

થોડા સમયથી દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસ ચર્ચામાં હતો. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી ફેંકી દીધા હતા. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વખત દિલ્હીમાં જ બની છે. લગ્ન માટે પ્રેમિકા દબાવ કરી રહી હતી. ત્યારે દબાણ વધતા સાહિલ ગેહલોત નામના યુવકે નિક્કી યાદવ નામની યુવતીને મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવકના લગ્નની વાત ચાલી રહી હતી તે વાતની જાણ નિક્કીને થઈ ગઈ જેને લઈ બંને વચ્ચે ઝઘડો થયો. અને સાહિલે નિક્કીને મોતને ઘાટ ઉતારી. અને મૃતદેહને ફ્રિજમાં રાખી દીધો. લાશને ઢાબાના ફ્રિજમાં છૂપાળી ત્યાંથી નિકળી ગયો અને પરિવારની સહમતીથી બીજી છોકરી સાથે તેણે લગ્ન કરી લીધા. 


પોલીસે સાહિલને પકડી પાડ્યો 

સાહિલે લગ્નના ત્રીજા દિવસે હત્યા અંગેની જાણ પોતાની પત્નીને કરી હતી. સાહિલે પત્નીને જણાવ્યું કે તેણે એક યુવતીની હત્યા કરી છે. પોલીસ તેને પકડી લેશે તેથી તું ઘરે પાછી ચાલી જા. સાહિલ લાશને ઠેકાણે લગાવે તે પહેલા પોલીસે મિત્રાઉં ગામથી સાહિલને પકડી પાડ્યો છે. આ મામલે હજી ઘણા ખુલાસાઓ થઈ શકે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?