દાંતામાં વાલ્મીકિ સમાજના યુવકની અંતિમ ક્રિયા માટે જગ્યા ન મળતા રોષ, પરિજનોના મામલદાર કચેરીએ ધરણા


  • Published By :
  • Published Date : 2024-01-02 18:40:10

આપણા સમાજમાં જાતિવાદ કેટલી હદ સુધી ઘર કરી ગયો છે તે દાંતા તાલુકામાં બનેલી એક ઘટના પરથી જાણી શકાય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામેથી એક શમરજનક ઘટના સામે આવી હતી. નવાવાસ ગામમાં વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મિક મોત નિપજ્યું હતું. આ મૃત વ્યક્તિની આશરે વય 45 વર્ષ હતી, મૃતકના પરિવારજનો દ્વારા અંતીમ સંસ્કારના ભાગરૂપે મૃતદેહને દફનવિધિ કરવા માટે સ્મશાન લઈ ગયા હતાં. જોકે પરિવાજનોને મૃતદેહ માટે યોગ્ય જગ્યા ન મળતાં તેઓ રોષે ભરાયા હતા. આ મામલે રજુઆત કરવા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ મૃતદેહને લઈને ન્યાયની માંગણી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.


શું છે સમગ્ર ઘટના?


બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસ ગામના 45 વર્ષના ગોવિંદભાઈ મકવાણાનું સોમવારે રાત્રે આકસ્મિક મોત થઈ ગયું હતું. આથી સવારે ગ્રામજતો ગામમાં તેમની અંતિમવિધિ કરવા માટે પહોંચ્યા હતા. આ ગામમાં તેમને પરિજનની અંતિમ વિધી માટે જગ્યા ન મળતા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ દાંતા પહોંચ્યા હતા. મૃતકના પરિવાજનો દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં ધરણાં કરવામાં આવ્યા હતાં. પરિવાજનો દ્વારા મામલતદાર કચેરીની બહાર હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ પરિવારજનો દ્વારા જ્યારે ધરણાં કરવામાં આવી રહ્યા હતાં, ત્યારે કચેરીમાં તલાટી અને સરપંચ કે કોઈ પણ સત્તાધિશ અધિકારી કચેરીમાં હાજર ન હતાં.


બાયધરી મળ્યા બાદ કરાઈ અંતિમવિધિ


દાંતા મામલદારે મૃતદેહ સાથે બેસેલાં પરિવારજનો, સગાંસંબંધીઓ અને ગ્રામપંચાયતના સરપંચ સાથે મામલતદારે આ અંગે ચર્ચા કરી તેમની વાત સાંભળી હતી. ત્યાર બાદ 2 કલાકની મિટિંગ બાદ મામલદારે બાંયધરી આપતાં કહ્યું હતું કે આ સમસ્યાનો સુખદ નિરાકરણ જલદીથી કરાશે. હાલ નવાવાસ ગામના વાલ્મીકિ સમાજને કોઈપણ મુશ્કેલી ન પડે એ હેતુથી તેમને સ્મશાનમાં અંતિમ વિધિ માટે ગામમાં જ જગ્યા ફાળવી દેવામાં આવી છે. હાલ તમામ પરિવારજનો અને સગાંસંબંધીઓ નવાવાસ ગામે અંતિમવિધિ માટે રવાના થયા છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?