ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સર્વિસ કરતાં ખચ્ચરવાળાએ કરી બમણી કમાણી


  • Published By :
  • Published Date : 2022-10-28 13:50:04

લોકો પગપાળા, ખચ્ચર પર અથવા હેલિકોપ્ટરમાં કરે છે ચારધામ યાત્રા
આ વખતે સૌથી વધુ કમાણી ખચ્ચરવાળાઓએ કરી
દયનીય સ્થિતિમાં કામ કરતા 250 જેટલા ખચ્ચરોના આ વર્ષે મોત થયા

Char Dham Yatra in 2020 | Best Taxi & Hotel Deal @ 20% OFF

ચારધામ યાત્રામાં કમાણી કરવામાં ખચ્ચરોએ હેલિકોપ્ટરોને હંફાવ્યા!! બે વર્ષથી નવરા બેઠેલા પાલખીવાળા પણ આ વર્ષે લાખો રુપિયા કમાઈ શક્યા. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા રુટ પર 8,664 ખચ્ચરો કાર્યરત, આ વર્ષે રાત-દિવસ યાત્રીકોને લઈ જવામાં અનેક ખચ્ચરોના પણ દયનીય સ્થિતિમાં મોત નીપજ્યા. સરકારે ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી પેટે 8 કરોડની કમાણી કરી.

Char Dham Yatra Tour Package By Helicopter | Triptochardham.com

ચાર ધામની યાત્રા કરવા દર વર્ષે લાખો લોકો જતા હોય છે. એક સમય હતો જ્યારે લોકો પગપાળા યાત્રા કરતા અથવા ખચ્ચરની સવારી કરતા. જોકે, હવે તો હેલિકોપ્ટર સર્વિસ શરુ થતાં આ યાત્રા ઝડપી અને વધુ સગવડભરી બની છે, પરંતુ તાજેતરમાં જ સંપન્ન થયેલી ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ કરતાં ખચ્ચરવાળાઓએ વધુ આવક રળી હોવાનું સામે આવ્યું છે.

केदारनाथ यात्रा में लगातार मर रहे बेजुबान जानवर, 46 दिनों में गई 175 घोड़े  और खच्चरों की जान

ઉત્તરાખંડ સરકારના સત્તાવાર આંકડા અનુસાર, આ વર્ષે 15 લાખ યાત્રાળુ ચારધામની યાત્રા કરવા આવ્યા હતા. જેમાંથી 5.3 લાખ લોકોએ ખચ્ચરની સવારી કરી હતી. જેના થકી ખચ્ચરના માલિકો 101.3 કરોડ રુપિયા કમાયા હતા, જ્યારે બીજી તરફ હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી કંપનીઓ 75.80 કરોડ રુપિયા કમાઈ શકી છે. બીજી તરફ, પાલખીવાળા 86 લાખ રુપિયા કમાયા છે. પાલખી, હેલિકોપ્ટર અને ખચ્ચરવાળાએ આ સીઝનમાં કુલ 190 કરોડ રુપિયાની કમાણી કરી છે.

Ponies and Palkies Rates for Kedarnath Dham

ઉત્તરાખંડમાં 4,302 ખચ્ચર માલિકો નોંધાયેલા છે, જ્યારે ખચ્ચરોની સંખ્યા 8,664 ખચ્ચરોની સરકારમાં નોંધણી થયેલી છે. હાલ ઉત્તરાખંડમાં નવ હેલિકોપ્ટર ફર્મ્સ કાર્યરત છે, જે કેદારનાથ રુટ ઉપરાંત સિરસી, ફાટા અને ગુપ્તકાશીના રુટ પર સેવા પૂરી પાડે છે.

Amarnath Yatra cancelled due to Covid-19 pandemic: J&K govt

કેદારનાથ ટ્રેક રુટ 17 કિલોમીટર લાંબો છે, જ્યારે યમુનોત્રી ધામને ગુરુવારે જ યાત્રીકો માટે બંધ કરી દેવાયો છે, જે 5 કિલોમીટર લાંબો ટ્રેક છે. યમુનોત્રી રુટ પર ખચ્ચર માલિકો 22 કરોડ રુપિયા કમાયા છે. કેદારનાથ અને યમુનોત્રીમાં ખચ્ચર માલિકો, હેલિકોપ્ટર ફર્મ્સ અને પાલખીવાળા કુલ 211 કરોડ રુપિયા કમાયા છે. બીજી તરફ, સરકારને તેમાંથી ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી પેટે 8 કરોડ રુપિયાની આવક પ્રાપ્ત થઈ છે.

people walking on street near brown concrete building during daytime

યમુનોત્રીમાં હેલિકોપ્ટર સર્વિસ નથી, જ્યાં ખચ્ચર માલિકો 22 કરોડ કમાયા છે. આ રુટ પર 2,900 ખચ્ચર માલિકો નોંધાયેલા છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીના જણાવ્યા અનુસાર, બે વર્ષથી કોરોનાને કારણે ચારધામ યાત્રા બંધ હોવાથી તેના પર જ ગુજરાન ચલાવતા લોકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં યાત્રીકો આવતા તેઓ બે વર્ષ દરમિયાન થયેલા નુક્સાનની ભરપાઈ કરી શક્યા છે. સીઝન દરમિયાન આ રુટ પર આવતી હોટેલ્સ અને ધર્મશાળા પણ ભરેલી રહી હતી. હવે આ રુટ પર રોપવે પ્રોજેક્ટ પણ આકાર લેશે, જે યાત્રાને વધુ સરળ અને સુગમ બનાવશે.

The shrine of Goddess Yamuna nestled in the Himalayan Yamunotri Valley. uttarakhand, india.

ગુપ્તકાશી-કેદારનાથ રુટ પર હેલિકોપ્ટરની રાઉન્ડ ટ્રીપની ટિકિટ રુ. 7,750 રુપિયા થાય છે. જ્યારે ફાટાથી કેદારનાથની ટુ-વે ટિકિટનો દર 4,720 અને સિરસી-કેદારનાથ રુટની ટિકિટ 4,680 રુપિયા છે. હેલિકોપ્ટર સામાન્ય રીતે કેદારનાથ પહોંચવામાં 15-30 મિનિટ જેટલો સમય લે છે. જ્યારે ખચ્ચર પર ત્યાં પહોંચતા 8 કલાક થાય છે. ખચ્ચર પર કેદારનાથ પહોંચવા માટે એક વ્યક્તિએ 2500 રુપિયા ચૂકવવા પડે છે.

GuptKashi - Gorgeous Landscape | Uttarakhand Tourism


પહેલા ધોરણમાં ભણતુ બાળક હસતુ રમતુ સ્કૂલે જાય અને સાંજે ઘરે પાછુ જ ન આવે તો....રાત્રે ઘરે પહોંચે મૃતદેહ.... તો મા-બાપ પર શું વિતતુ હશે...છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં એટલી બધી ઘટનાઓ બની છે કે મહિલા અને બાળકીઓના શોષણ અને હત્યાની કે એક નિઃસાસો છુટી જાય કે ગમે તેટલો વિકાસ કરો

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી

ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.. NZBCCIના ચેરમેન તરીકે GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..

શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે..