બિહારમાં દારૂબંધી છે. પરંતુ ગઈ કાલે બિહારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જહેરેલી દારૂ પીને અનેક લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ લઠ્ઠાકાંડને લઈ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે જે દારૂ પીશે તે મરશે.
33 લોકોના થયા મોત
દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. પરંતુ અનેક વખત દારૂબંધીના રાજ્યોમાં લઠ્ઠાકાંડ જેવા કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે બિહારમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની છે. આ ઘટનામાં 33 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુનો આંક વધતો જાય તેવું લાગી રહ્યું છે.
Chapra hooch tragedy | Even when there was no liquor ban here, people died due to spurious liquor -even in other states. People should be alert. As there is a liquor ban here, something spurious will be sold due to which people die. Liquor is bad & shouldn't be consumed: Bihar CM pic.twitter.com/0bYUzfBsPx
— ANI (@ANI) December 15, 2022
જે દારૂ પીશે તે મરશે - નીતિશ કુમારનું નિવેદન
આ ઘટના પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે અજીબો-ગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દારૂ પીશે તે મરશે. ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થવા બહું સામાન્ય વાત છે. આ ઘટના પ્રથમ વખત નથી બની. દેશભરમાં આવી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આવા મુદ્દાઓ પર વિપક્ષ હમેશાં રાજનીતિ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે બિહારમાં દારૂબંધી ન હતી તો પણ બીજા રાજ્યોમાં લોકો મરતા હતા. લોકોને સ્વયં જાગૃત થવું પડશે. દારૂ ખરાબ છે અને તે ન પીવી જોઈએ.
સંસદમાં થયો હતો હોબાળો
આ લઠ્ઠાકાંડ બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલાની ઘટના છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ લઠ્ઠાકાંડને કારણે 33 જેટલા લોકોના મૃત્યુ થયા છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ શરૂ કરી દીધી છે. આ લઠ્ઠાકાંડને કારણે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.