બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલા ગામમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. દારુબંધીવાળા બિહાર રાજ્યમાં લઠ્ઠાકાંડથી 12 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોના પરિજનો ઝેરી દારુ પીવાથી મોત થયાનો દાવો કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ સમગ્ર મામલે કંઈ પણ બોલવાની મનાહી કરી રહ્યા છે.
કેવી રીતે 12 લોકોના થયા મોત?
બિહારના છપરા જિલ્લાના ડોઈલા ગામમાં મંગળવારે રાત્રે ઝેરી દારુ પીવાથી લોકોની તબીયત બગડવાનો મામલે સામે આવ્યો હતો. ઝેરી દારુ પીવાથી સંજયસિંહ મશરક, કૃણાલ કુમાર, હરેન્દ્ર રામ, વિચેંન્દ્ર રાય, અમિત રંજન, રામજી શાહ, મશરક શાસ્ત્રી ટોલા નામના વ્યક્તિના મોત થઈ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં બિહાર પોલીસ છપરાની હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ જ લોકોના મોત કઈ રીતે થયા તે સામે આવશે. જો કે સારવાર લઈ રહેલા લોકોની ગંભીર હાલતને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
લઠ્ઠાકાંડનો મામલો બિહાર વિધાનસભામાં ગુંજ્યો
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. ડોઈલા સહિત કુનબે ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝેરી દારુ વેચનારથી જલદીથી પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેવું સમાચારો મારફતે બહાર આવી રહ્યું છે. બિહારમાં ઝેરી દારુ પીવાથી લોકોના મોત થયા છે તે મામલે બિહારના વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો છે. વિરોધ પક્ષે લઠ્ઠાકાંડ મામલે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષે સમ નીતિશ કુમાર સરકાર પર આક્ષેપો કર્યા હતા.