ભાવનગરમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 20:58:40

રાજ્યમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે ભાવનગરના અત્યંત વ્યસ્ત મનાતા સેલારશા ચોક પાસે એક યુવાનની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર શહેરની સંઘેડિયા બજારમાં સેલારશા ચોક પાસે ઇલિયાસ બેલીમ નામના યુવક પર સંઘેડિયા બજાર વિસ્તારમાં સરફરાઝ ઉર્ફે નાનકો સહિતના આરોપીઓએ જાહેરમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. 


હોસ્પિટલમાં દમ તોડ્યો


ઇલિયાસ બેલીમ પર જીવલેણ હુમલા થયા બાદ લોહીલુહાણ હાલતમાં તેમને  તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ઈલિયાસનું સારવાર દરમ્યાન મોત થયું હતું, આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જો કે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 


શા માટે કરાઈ હત્યા?


ભાવનગરના અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા ઇલિયાસ બેલીમ નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખવામા આવી હતી. ઇલિયાસભાઈ કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ પણ હતા. ઇલિયાસભાઈની હત્યા અંગે ડી.વાય.એસ.પી આર. વી.ડામોરએ જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ઇલિયાસ અરૂણભાઇ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સો વચ્ચે ધંધાકીય લેતીદેતી બાબતે માથાકૂટ થઈ હતી, ધંધાકીય લેતીદેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે બાદ જ સાચું મોતનું કારણ જાણવા મળશે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?