Banaskanthaમાં Priyanka Gandhiનો Geniben Thakor માટે પ્રચાર, મોંઘવારી, ક્ષત્રિય સમાજ વિવાદ સહિતના મુદ્દાઓ પર કર્યા PM Modi પર પ્રહાર..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 14:13:32

બનાસકાંઠા લોકસભા બેઠક સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે . થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

ગેનીબેન માટે પ્રિયંકા ગાંધીએ કર્યો પ્રચાર  

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે... એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા. ગુજરાતની અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થઈ શકે છે તેવું લાગે છે.. તેમાંની એક બેઠક છે બનાસકાંઠા લોકસભા બેઠક.. આ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન તરફથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર છે જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધી હતી ત્યારે આજે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધી..

શહેઝાદા શબ્દ પર પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ  

જનસભાને સંબોધતી વખતે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા.. પીએમ મોદી જ્યારે ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે અનેક વખત શહેજાદા શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ મામલે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી મારા ભાઈને શહેજાદા બોલાવે છે.. હું બતાવવા માગું છું કે મારો ભાઈ 4 હજાર કિલોમીટર પગપાળા ચાલ્યો છે.. દેશના લોકોને મળ્યા તેમને પૂછ્યું કે તેમના જીવનમાં શું સમસ્ચા છે? એક તરફ સમ્રાટ નરેન્દ્ર મોદીજી મહેલોમાં રહે છે. તે ખેડૂતો અને મહિલાઓની લાચારી કેવી રીતે સમજી શકશે?

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા યાદ

વધુમાં તેમણે કહ્યું કે વિશ્વના મહાન વ્યક્તિત્વ એવા મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતની ધરતીમાં થયો હતો. શ્રી સરદાર પટેલ જી, વીર રણછોડ રબારી જી સહિત અનેક મહાપુરુષોનો જન્મ અહીં થયો હતો. દેશના અનેક મહાપુરુષોએ આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. દેશને આઝાદ કર્યો અને બંધારણ આપ્યું. તેથી આપણે બધાએ બંધારણનું મહત્વ સમજવું પડશે.


ગુજરાતમાં ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે.. 

પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં હાલ ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.. તેમણે કહ્યું કે ગુજરાતમાં રાજપૂત મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. શું પીએમ મોદીએ ઉમેદવાર સામે કોઈ પગલા લીધા? આજે દેશમાં જ્યાં જ્યાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યાં ભાજપ સરકારે ગુનેગારોને સાથ આપ્યો છે. ઉન્નાવ કેસ, હાથરસ કેસ, મહિલા કુસ્તીબાજ કેસમાં ભાજપ સરકાર અને મોદીજીએ મદદ કરી નથી. 


મોંઘવારીને લઈ પ્રિયંકા ગાંધીએ સાધ્યું મોદી સરકાર પર નિશાન 

ભાજપે ઉત્તર પ્રદેશમાં મહિલા રેસલર્સ પર અત્યાચાર કરનાર વ્યક્તિના પુત્રને ટિકિટ આપી. મોંઘવારીને લઈ તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તે સિવાય પણ તેમણે અનેક મુદ્દાઓ પર ભાજપ અને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાની જનતા કોને મત આપી સંસદ પહોંચાડે છે...  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?