ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી રહેતી હોય છે. તેમાંની એક બેઠક છે બનાસકાંઠા બેઠક.. ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. આ બેઠક પર બેન વિરૂદ્ધ બેનનો જંગ જામવાનો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે. ગેનીબેન અનેક વખત પ્રચાર કરતા દેખાયા છે, રેખાબેન ચૌધરીએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે.
બનાસકાંઠામાં જોવા મળશે બેન વિરૂદ્ધ બેનનો જંગ
બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રેખાબેન દ્વારા પણ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠક એટલા માટે રસપ્રદ રહેવાની છે કારણ કે ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પ્રચાર શરૂ કર્યો છે જ્યારે રેખા ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર શરૂ કરી દીધો છે.
શું કહ્યું રેખાબેન ચૌધરીએ?
રેખા ચૌધરી પાલનપુર પાસે યોજાયેલા એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં તેમણે આ વાત કરી હતી. લોકો સાથે વાત કરતા રેખાબેને કહ્યું હું તમારી દીકરી છું અને તમારી જોડે અડીખમ ઉભી છું. કેન્દ્રથી બનાસકાંઠા માટે યોજનાઓ લાવીશ મને સ્વપ્ન આવે છે કે બનાસકાંઠા હરિયાળું છે, પાણીની તકલીફ પર ધ્યાન આપીશું અને યુવાનો માટે રોજગારી લાવીશ... મહત્વનું છે કે આ બેઠક એકદમ રસપ્રદ રહેવાની છે.