બનાસકાંઠામાં સગા બાપે ત્રણ વર્ષના દીકરાની હત્યા કરી નાખી


  • Published By :
  • Published Date : 2023-10-03 13:07:26

પતિ પત્નીના અણબનાવ મા પાલનહાર જ બન્યો હત્યારો પત્નીથી છુટકારો મેળવવા માટે પતિએ ત્રણ વર્ષના દિકરાને કેનાલમાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો દીકરાની હત્યાનું પાપ છુપાવવા માટે પોલીસને પણ ગોળ ગોળ જવાબો આપી આરોપીએ દીકરાની હત્યાનું પાપ છુપાવવા ની કોશિષ કરી હતી પોલીસની કડક પૂછ પરછ મા ખુલ્યો હત્યા કર્યાનો ભેદ પત્નીએ દીકરાની હત્યા કરનારા પતિ વિરુદ્ધ હત્યા કર્યાની નોધાવી પોલીસ ફરીયાદ કરી દીકરાના હત્યારા પતિને ફાંસીની સજા આપવામાં તેવી તેવી કરી માંગ..

ત્રણ વર્ષના નિર્દોષ બાળકની હત્યાની ઘટનાએ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ચકચાર મચાવ્યો છે ત્યારે સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નેકોઈ ગામની ભગવતી ઉર્ફે ભગી રબારીના લગ્ન સાત વર્ષ પહેલા પાટણ જિલ્લાના ધાયણોજ ગામના શૈલેષ રબારી સાથે સમાજના રીત રિવાજ મુજબ ભાઈ બહેન ના સાટા માં થયા હતા સાત વર્ષના  લગ્ન જીવન દરમિયાન ભગવતી ઉર્ફે ભગી અને શૈલેષને ત્રણ વર્ષનો નીશુલ ઉર્ફે નિશુ નામના દીકરો હતો પરંતુ પત્ની ભગવતી ઉર્ફે ભગી રબારીને પતિ શૈલેશ રબારી પત્ની પસંદ નાં હોવાથી છુટકારો મેળવવા માંગતો હતો તેને લઈને પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો તેથી છેલ્લા એક મહિનાથી પત્ની ભગવતી ઉર્ફે ભગી પોતાના ત્રણ વર્ષના દીકરા નિશુલ ઉર્ફે નિશુ સાથે કાંકરેજ તાલુકાના નેકોઇ ખાતે પિતાના ઘરે રહેતી હતી પરંતુ ગત 28 સપ્ટેમ્બરે પાટણ થી શૈલેષ રબારી નેકોઇ ગામે પોતાના સસરા ના ઘરે પત્નિ અને દિકરાને પરત પાટણ લઈ જવા માટે આવ્યો હતો હતો અને 28 સપ્ટેમ્બરના બપોર બાદ પત્ની અને ત્રણ વર્ષના દીકરા નીશુલ ઉર્ફે નીશુ ને બાઈક પર લઈને પાટણ જવા નીકળ્યા હતા પતિ પત્ની દીકરા સાથે વચ્ચે થરા બજાર આવ્યું ત્યારે શૈલેશ રબારીએ પત્ની ભગવતી ઉર્ફે ભગીને કયું કે તું આપણાં ઘરે લઈ જવા માટે લારી પર થી શાકભાજી લઇને આવ અને તારી પાસે તારો મોબાઇલ મને આપ હૂ તારા માટે નવો મોબાઇલ લઈને પાછો અહી આવી છુ તું પણ શાકભાજી લઈને અહી જ પાછી આવ તને દીકરો નીશુલ ઉર્ફે નીશુ હેરાન નાં કરે એટલે મારી સાથે લઈને જવુ છું પરંતુ પત્ની ને કયાં ખબર હતી કે નવા મોબાઈલની લાલચ આપી પત્ની દિકરાને લઈને ફરાર થઈ ગયો છે પત્ની ભગવતી ઉર્ફે ભગી એ મોડા સુધી પતિ અને દીકરા ની રાહ જોઈ પરંતુ સાંજ સુધી પતિ દિકરાને લઈને પરત ના ફરતા ભગી એ તેના પિતાને જાણ કરી હતી ભારે શોધખોળ બાદ શૈલેશ રબારી એકલો મળી આવ્યો હતો શૈલેષ રબારી કોઇ સંતોષકારક જવાબ ના આપતાં ભવગતી ને પતિ પર શંકા ગઈ કે નક્કી મારા દીકરા સાથે કંઇક થયું છે તેથી પત્ની ભગવતી ઉર્ફે ભગી રબારીએ તેના પતિ શૈલેષ રબારી સામે પોલીસ ફરીયાદ કરી


પત્ની ભગવતી ઉર્ફે ભગી રબારીના ફરિયાદનાં આધારે પોલીસે શૈલેષ રબારીની અટકાયત કરી પૂછ પરછ કરતા શૈલેશે પોલીસ ને ગોળ ગોળ જવાબો આપી દીકરાની હત્યાનું પાપ છુપાવવા માટે પૂરી કોશીશ કરી હતી પરંતુ પોલીસ ની કડક પૂછ પરછ મા શૈલેષ રબારી ભાગી પડયો હતો અને પોતાનાં દીકરાને થરાદ તાલુકાના રડકા નજીક કેનાલમાં ફેંકી હત્યા કરી દીધી છે તેવી કબૂલાત કરતાં તમામ નાં પગ નીચે થી જમીન શરકી ગઈ હોય તેવી પરિસ્થિત ઊભી થઈ પોલીસે ત્રણ વર્ષના નીશુલ ઉર્ફે નીશુ રબારીના મૃતદેહની કેનાલ માંથી શોધખોળ કરી પીએમ અર્થે થરાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પીએમ બાદ મૃતકના પરિવારજનોએ નેકોઇ ગામ મા કર્યો હતી અંતિમ વિધિ ઘટના ને લઇને સમગ્ર પંથકમાં હત્યારા પિતા સામે લોકોમાં ઓક્રોષ જોવા મળ્યો હતો દીકરાના હત્યારા ને ફાંસીની સજાની માંગ કરી માત્રને માત્ર પત્ની નાં પસંદ હોવાથી પત્ની થી છુટકારો મેળવવા માટે નિર્દોષ બાળકની એક પાલન હારે હત્યા કરી દીધી કરાવામાં આવી ફાંસીની સજા ની માંગ

આરોપીએ પોતે પોતાના ત્રણ વર્ષના દીકરા ની હત્યા કરી હતી અને હત્યાને આત્મહત્યા ખપાવવા માટે પોલીસ ને ગોળ ગોળ જવાબો આપ્યા પરંતુ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી લીધો છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?