સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે 50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો કરાયો હતો ત્યારે આજે પણ તેલના ભાવમાં 50નો ભાવ વધારો ઝિંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 150 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એકાએક તેલના ભાવમાં 150 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.
ત્રણ દિવસમાં તેલના ભાવમાં થયો 150 રુપિયાનો વધારો
છેલ્લા ત્રણ દિવસથી તેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થઈ રહ્યો છે. મંગળવારે 50 રુપિયાનો વધારો થયો હતો, બુધવારે પણ સિંગતેલના ભાવમાં 50નો વધારો થયો હતો ત્યારે સતત ત્રીજા દિવસે પણે તેલના ભાવમાં ભડકો થયો છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. તેલના ભાવ વધ્યા છે જેને કારણે ફરસાણની કિંમતમાં પણ વધારો થશે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારને મોંઘવારીનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ પણ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.