આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુની બુધવારે એક જનસભા હતી. આ જનસભામાં એટલી બધી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. જનસભામાં ધક્કામુક્કી થવાને કારણે સાત કાર્યકરોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં બની હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
7 કાર્યકરોના થયા મોત
પાર્ટીના પ્રચાર માટે નેતાઓ રોડ-શો તેમજ સભાઓનું આયોજન કરતા હોય છે. આ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહે છે. પરંતુ અનેક વખત રોડ-શો, જનસભા દરમિયાન નાસભાગ મચી જતી હોય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આવી જ નાસભાગ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની જનસભા દરમિયાન થઈ હતી જેને કારણે 7 લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ગયા છે જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સહાય ચૂકવવાની ચંદ્રબાબુ નાયડુએ કરી જાહેરાત
મળતી માહિતી અનુસાર કંદુકુરૂમાં ચંદ્રબાબુ નાયડુની જનસભા આયોજીત કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો આવી પહોચ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત હોવાને કારણે ધક્કામુકી સર્જાઈ હતી. આ ધક્કામુક્કીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાસભાગ મચવાને કારણે નાયડુની જનસભાને તાત્કાલિક થોભાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે તેમજ ઈજા પામેલા લોકો માટે ચંદ્રબાબૂ નાયડૂએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત પણ કરી છે.