Amreliમાં BJPના નેતાઓનો કકળાટ!, બળાપો જાહેરમાં નીકાળ્યો! Bharat Sutariya VS Naran Kachhadiya


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-13 13:42:21

ભાજપમાં ભડકાની શરૂઆત થઈ ગઈ છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. અમરેલી લોકસભા બેઠક પર રાજનીતિ ગરમાઈ છે... કેમ કે, થોડા દિવસ પહેલા સાંસદ નારણ કાછડીયાએ સાવરકુંડલા શહેરમાં જાહેરમંચ ઉપરથી ઉમેદવાર ભરત સુતરીયાને લઈ નિવેદનો આપી વિવાદ સર્જ્યો હતો. ભાજપનો આંતરિક કકળાટ સતત વધી રહ્યો છે ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે. અમરેલી ભાજપમાં નારણ કાછડિયા હાલ નારાજ છે અને તેમની નારાજગી છે ઉમેદવાર ભરત સૂતરિયાથી.. હવે નારણભાઈના થેંક્યું વાળા નિવેદન પર ભરત ભાઈએ સીધો જવાબ આપ્યો છે.

નારાજગી કરી હતી વ્યક્ત!

ભાજપે આ વખતે લોકસભાની અમરેલી બેઠક પરથી નારણ કાછડિયાની ટિકીટ કાપીને ભરત સુતરિયાને આપી હતી. જેને લઈને વિવાદ વકર્યો છે. થોડા દિવસ પહેલા અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ભરત સૂતરિયા પર પ્રહારો કર્યા હતા. કાછડિયાએ એક કાર્યક્રમ બાદ પત્રકારો સામે પાર્ટી વિરૂદ્ધ પોતાનો બળાપો કાઢ્યો હતો. તેઓએ કહ્યું કે પાર્ટી આયાતી લોકોની લ્હાયમાં મૂળ કાર્યકર્તાઓને નારાજ કરી રહી છે. તેમણે અંતમાં કહ્યું કે એવા માણસને ટિકીટ આપી જે થેંક્યું પણ નથી કહી રહ્યા!



ભરત સૂતરિયાનું નિવેદન સામે આવ્યું!

ત્યારે હવે અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સૂતરિયાનું નિવેદન સામે આવ્યું છે.. તેમણે થોડા દિવસ પહેલા પત્ર લખ્યો હતો. કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો અને કહું કે જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક્યુ કહેલું. જે આપને ભુલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું. જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક્યુ કહ્યું હતું. વર્ષ 2010ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કહ્યું હતું. 2021માં જિલ્લા પંચાયતની ટીકીટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કહ્યું હતું. 2023ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક્યુ કહ્યું હતું. 


પત્રમાં શેનો છે ઉલ્લેખ? 

તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક્યુ કહ્યું છે. દેશમાં લોકસભાની ચુંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટ્રી બોર્ડ કરતું હોય છે. આપ જે આક્ષેપ લગાવો છો,આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટ્રી બોર્ડનુ પણ અપમાન કરી રહ્યા છો. માનનીય શ્રી નારણભાઈ કાછડીયા સાહેબ, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે ? આપ સત્યથી પરિચિત જ છો,જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા. ફરી એકવાર અને આખરી વાર ...થેન્ક્યુ, નારણભાઈ કાછડીયા સાહેબ..    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?