રખડતા ઢોર સામે AMC તંત્ર એક્શનમાં, 5800 જેટલા રખડતા ઢોર ડબ્બે પુર્યા, ઢોર પાર્ટી સાથે રહેશે બાઉન્સરો


  • Published By :
  • Published Date : 2023-11-02 20:40:10

રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર આ મામલે કાર્યવાહી કરવાનો કડક આદેશ આપ્યા બાદ સરકારી તંત્ર આળસ ખંખેરીને ઢોર પકડવામાં કામે લાગ્યું છે. અમદાવાદમાં ભટકતા મોતથી શહેરીજનોને મુક્ત કરવા માટે હાઈકોર્ટની ફટકાર બાદ નવી પોલિસી અમલમાં મુકવામાં આવી છે. નવી કેટલ પોલિસી આવ્યા બાદ શહેરમાંથી 5800 જેટલા રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે, જેમા સપ્ટેમ્બર મહિનામાં 3300 અને ઓક્ટોબર મહિનામાં 2500 ઢોર પકડવામાં આવ્યા છે.  ઉલ્લેખનિય છે કે હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં 1 સપ્ટેમ્બરથી નવી કેટલ પોલિસી અમલમાં આવી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ નારોલ વિસ્તારમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને મળેલી ધમકી અને મકરબા વિસ્તારમાં માલધારીઓએ ઢોર પાર્ટી સાથે કરેલી માથાકૂટના બનાવોને પગલે હવે ઢોર પાર્ટી ખાનગી બાઉન્સરોને સાથે રાખીને ઢોરને પકડવાની કામગીરી કરી રહી છે.


AMC કમિશનરની ઢોર માલિકોને કડક સુચના


નવી કેટલ પોલિસીને અસરકારક બનાવવા AMC કમિશનર એમ થેન્નારસને પરિપત્ર કરી તમામ ઝોનના અધિકારીઓને તાકીદ કરી છે. જેમા જે પશુમાલિકો પાસે પશુની સંખ્યા પ્રમાણે રાખવાની જગ્યાનો અભાવ તેમને બે દિવસમાં ઢોરોને શહેર બહાર શિફ્ટ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. તાકીદ કર્યા બાદ પણ પશુ માલિક ઢોરોને શહેર બહાર શિફ્ટ ન કરે તો તેમના પશુઓને ઢોર ડબ્બે પુરવાની કાર્યવાહી કરવામાં આવશે. સમય અપાયા બાદ પણ પશુઓને શિફ્ટ ન કરાયા હોય તેવા લાયસન્સ- પરમીટ વગરના પશુઓને ઢોર પાર્ટી દ્વારા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઢોર પાર્ટી દ્વારા દક્ષિણ બોપલ વિસ્તારના ગોપાલક આવાસમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં માલધારીઓએ તેમના ઢોરને ટેમ્પામાં ભરી તેમના વતન લઈ જતા જોવા મળ્યા હતા. 


300 ઢોર સાથે 27,870 કિલો ઘાસચારાનો જથ્થો જપ્ત


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીએ 1લી નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 300 રખડતા ઢોરને પકડ્યા હતા. જેમા પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ 71, દક્ષિણ ઝોનમાંથી 52, પશ્ચિમ ઝોનમાંથી 50, મધ્યઝોનમાંથી 45 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 33, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી 23 અને ઉત્તર ઝોનમાંથી 26 રખડતા પશુને પકડવામાં આવ્યા હતા.જેની સાથે 27,870 કિલો ઘાસચારાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?