હાટકેશ્વર બ્રિજને લઈ એએમસી એક્શન મોડમાં, મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કમિટીની કરાઈ રચના, આ તારીખ સુધીમાં કમિટી આપશે રિપોર્ટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-29 16:49:13

છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં છે. હાટકેશ્વર બ્રિજના નિર્માણ દરમિયાન ઓછી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવામાં આવ્યો છે જેને કારણે પૂલ પર ગાબડા પડી ગયા તેવા આક્ષેપો લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે. વપરાયેલી માલની ગુણવત્તાને કારણે બ્રિજની હાલત એ હદે ખરાબ થઈ ગઈ છે કે બ્રિજનું સમારકામ થઈ શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે આ મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડમાં ઉઠ્યો હતો. જેને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે આ બ્રિજની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે. કમિટીમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેંધન એક્સપર્ટ અને રૂડકીના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.


બ્રિજની ગુણવત્તાને લઈ ઊઠ્યા હતા અનેક સવાલ  

થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલો હાટકેશ્વર બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ઘણા સમયથી બ્રિજ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય બાદ જ બ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. બ્રિજના બાંધકામ દરમિયાન હલકી ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો રિપોર્ટ સામે આવ્યો હતો. આ બ્રિજને લઈ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો કે બ્રિજના અમુક ભાગોમાં કોંક્રિટ સ્ટેન્થ ખુબ ઓછી છે. જેટલી મજબૂતીથી બ્રિજ બનવો જોઈએ તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજના નિર્માણ પાછળ વાપરવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ બ્રિજના નિર્માણમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તેવી વાતો થવાની શરૂઆત થઈ. રૂડકીનો રિપોર્ટ થોડા સમય પહેલા આવ્યો હતો.  


ત્રણ સભ્યોની બનાવાઈ કમિટી જે આ અંગે કરશે તપાસ  

હાટકેશ્વર બ્રિજનો મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઉઠ્યો હતો. આ મામલે હોબાળો થયો હતો. એએમસી બોર્ડની બેઠકમાં આ મુદ્દાને લઈ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. બ્રિજની ક્વોલિટી સાથે જોડાયેલા ટેસ્ટના રિપોર્ટમાં શું આવ્યું તે અંગે જવાબ વિપક્ષ દ્વારા માગવામાં આવ્યો હતો. ભારે હોબાળા બાદ મ્યુનિસિપિલ કમિશ્નરે બ્રિજને લઈ કમિટીની રચના કરી છે. ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેનથન એક્સપર્ટ અને એક રૂડકીના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને આનો રિપોર્ટ 15 એપ્રિલ સુધીમાં આપવામાં આવશે. તમામ પ્રકારના ટેસ્ટ અને રિપોર્ટોના આધારે કોન્ટ્રાક્ટર કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના જે પણ જવાબદાર અધિકારી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?