AMC એક્શન મોડમાં, ગેરકાયદેસર પાર્કિગ મામલે 410 રહેણાંક અને 501 કોમર્શિલય એકમને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-10-29 14:40:29

રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતા ઢોર, રસ્તાઓ પર દબાણ અને પાર્કિગની સમસ્યા તંત્ર માટે પણ માથાના દુ:ખાવા સમાન બની છે. જો કે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. બિસ્માર રોડ, રખડતા ઢોર અને પાર્કિગ મુદ્દે અમદાવાદ મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રહેલા ગેરકાયદેસર પાર્કિગ મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. 


આડેધડ પાર્કિગ કરનારા સામે કાર્યવાહી


અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હાઇકોર્ટના આદેશ અને પાર્કિગ પોલિસી અંતર્ગત 410 રહેણાક મકાન અને ધંધાકીય એકમ મળી કુલ 911 એકમને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર આડેધડ પાર્કિગ કરનાર વાહન પણ લોક કરી 9 હજારનો દંડ વસુલાત કરવામાં આવ્યો છે. ઇસ્કોન ચાર રસ્તાથી ઉજાલ સર્કલ સુધીના એસજી હાઇવે તથા સર્કલ પીથી પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા થઇ શ્યામલ ચાર રસ્તાથી કેનયુગ સુધીના ટીપી રોડ પર રહેલા 28 નાના મોટા દબાણો દૂર કરાયા હતા. તે જ પ્રકારે કેનયુગ ચાર રસ્તાથી રાહુલ ટાવર સુધીના રોડ પર આવેલા રહેણાંક મિલકત તેમજ કોમર્શિયલ માલિકો તથા જાહેર જનતા દ્વારા બિનઅધિકૃત રીતે પાર્કિગ થયેલ જણાતા રોડ પાર્કિગ ન થાય તેમજ માર્જીન પૈકીની જગ્યાઓમાં દબાણ ન થાય તે અંગે જરૂરી વ્યવસ્તા કરવા સંબંધી માલિક, ચેરમેન, સેક્રેટરી એમ રહેણાંકના 410 અને કોમર્શિલયના 501 મળી કુલ 911 યુનિટને જાહેર નોટિસ અપાઇ હતી.


અડચણરૂપ લારી ગલ્લાઓ પર તવાઈ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે પણ જાહેર રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લાઓ હટાવ્યા હતા. તેમજ ટ્રાફિકને નડતર કુલ 7 વાહનો લોક કરી 2700 વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો. એએમસી ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પણ જાહેર રસ્તામાં રહેલા દબાણ દૂર કરાયા હતા. બીઆરટીએસ કોરિડોર પાસે દબાણ કરનાર પાસેથી રૂપિયા 8200નો વહિવટી ચાર્જ વસૂલ કરાયો છે. નાના મોટા પરચૂરણ માલ સામાન નંગ 78 મળીને કુલ 138 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?