અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક બાળકના પિતાએ 15 વર્ષની છોકરીને ફસાવી લગ્નની લાલચ આપી, પાર્કિંગમાં બોલાવી છેડતી કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:08:52

ઘાટલોડિયાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ કરીને એવા આક્ષેપ કર્યા છે કે, વસ્ત્રાપુરની એક હોસ્પિટલમાં નોકરી કરતા શખસે તેમની પંદર વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ શખસે લગ્નની લાલચ આપી હતી. બાદમાં તેમની દીકરીને ગિફ્ટ આપવાનું કહી ફ્લેટના પાર્કિંગમાં બોલાવી હતી. એ પછી આરોપીએ તેની સાથે શારીરિક છેડતી કરી હતી. ત્યારે પોલીસે પણ આરોપીને ઝડપી પાડીને આગળની તાપસ હાથ ધરી છે.


ઘાટલોડિયામાં એક બાળકના પિતાએ પંદર વર્ષની છોકરીને પ્રેમજાળમાં ફસાવી
છોકરીને લગ્નની લાલચ આપી, ગિફ્ટ આપવાના બહાને પાર્કિંગમાં બોલાવી
પાર્કિંગમાં બોલાવીને છોકરી સાથે શખસે શારીરિક અડપલા કર્યા હતા


આજકાલ નાની ઉંમરની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને કેટલાંક લોકો ગુનો આચરી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બાળકના પિતાએ એક 15 વર્ષની છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં છોકરીને લગ્નની લાલચ આપી હતી. એ પછી આ નરાધમે છોકરીને ફ્લેટના પાર્કિંગમાં બોલાવીને ગંદુ કામ કર્યુ હતુ. આ વાતની જાણ છોકરીની માતાને થતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આ શખસને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


15 વર્ષની છોકરીને પ્રેમજાળમાં ફસાવી

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડિયાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા નિલેષ શ્રીમાળી નામના શખસે તેમની દીકરીની શારીરિક છેડતી કરી હતી. આ શખસ પરિણિત હોવા છતા પણ તેમની 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ શખસે તેમની દીકરીને લગ્નની લાલચ પણ આપી હતી. તેણે એવું કહ્યું હતું કે, જ્યારે તે 18 વર્ષની થશે ત્યારે લગ્ન કરશે.


પાર્કિંગમાં બોલાવી ગંદુ કામ કર્યુ

મહિલાનો એવો પણ આક્ષેપ છે કે, જ્યારે તેમની દીકરી ભુદરપુરા ખાતે ટ્યૂશન ક્લાસમાં જતી ત્યારે તે તેને મળવા માટે હોસ્પિટલમાં બોલાવતો હતો. તાજેતરમાં તેણે તેમની દીકરીને ગિફ્ટ આપવાના બહાને ફ્લેટના પાર્કિંગમાં બોલાવી હતી. બાદમાં દીકરીની શારીરિક છેડતી કરી હતી. દીકરી પાસે મોંઘી ગિફ્ટ જોઈને માતાએ પૂછપરછ કરી હતી. ત્યારે દીકરીએ સઘળી હકીકત જણાવી હતી. જે બાદ આરોપી નિલેષનો પાખંડ સામે આવ્યો હતો.


ચાર વર્ષના બાળકનો પિતા છે આરોપી

જે બાદ મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીની ઉંમર 31 વર્ષ છે અને ચાર વર્ષના એક બાળકનો પિતા પણ છે. તેમ છતા તેણે તેમની 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. ત્યારે ફરિયાદ બાદ પોલીસે આરોપી નિલેષને ઝડપી પાડીને આગળની તજવીજ હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?