અમદાવાદમાં PSI અને રાઈટર માત્ર 1000 ની લાંચ લેતા ઝડપાયા, બંને ACBની ટ્રેપમાં ફસાતા પોલીસ બેડામાં ફફડાટ


  • Published By :
  • Published Date : 2023-10-31 17:42:21

રાજ્યના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. સિસ્ટમ તોડનારા સામે ACBએ લાલ આંખ કરી છે. IPSથી લઈ કોન્સ્ટેબલ સુધી અલગ-અલગ અધિકારીઓ ACB રડારમાં આવી ગયા છે. રાજ્યમાં લાંચિયા પોલીસકર્મીઓ સામે ACB દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. જો કે તેમ છતાં સિસ્ટમમાં કોઈ સુધારો થતો જોવા મળતો નથી. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક મહિલા પીએસઆઈ અને તેમના રાયટર ACBના છટકામાં ઝડપાયા છે. એક બાઈક છોડવવા આવેલા ફરિયાદીની પાસેથી તેમણે લાંચની રકમ માંગી હતી. 


કઈ રીતે ઝડપાયા?


અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ડાયમંડ પોલીસ ચોકીના PSI દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી. ફરિયાદી યુવકને પોતાની બાઈક પકડાઈ ગઈ હતી. જે બાઈકને લઈ કોર્ટમાંથી બાઈક છોડવા માટે કાર્યવાહી કરી હતી. આ માટે કાર્યવાહીમાં પોલીસના અભિપ્રાયની જરુર હોવાને લઈ પોલીસને રજૂઆત કરી હતી. પોલીસને કોર્ટમાં રજૂ કરવાનો થતો અભિપ્રાય વિના કારણે વિલંબ નહીં કરવા માટે રજૂઆત કરવા જતા અભિપ્રાયના બદલામાં મહિલા પીએસઆઈ જેએસ રાવલ અને પોલીસ ચોકીમાં તેમના રાયટર રીંકુભાઈ પટણીએ 2000 રુપિયાની લાંચની માંગણી કરી હતી. જેને લઈ 1000 રુપિયાની લાંચની રકમ ફરિયાદીએ તેમને આપી દીધી હતી. જ્યારે બાકીના 1000 ની રકમ ચૂકવી આપવા માટે કહ્યુ હતુ. જે રકમ પોલીસ ચોકીએ આવીને આપી જવા માટે કહ્યુ હતુ. આ રકમને લઈને ફરિયાદી યુવક ડાયમંડ પોલીસ ચોકી પહોંચ્યો હતો. જો કે આ લાંચને લઈ તેણે અમદાવાદ શહેરની એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ તેની પાસેથી વિગતો મેળવીને છટકું ગોઠવ્યું હતુ.  રીંકુ પટ્ટણીએ યુવક સાથે બાઈક માટેના અભિપ્રાયને લઈ લાંચની રકમની હેતુલક્ષી વાતચીત કરીને બાકીની 1000 રુપિયાની રકમ સ્વિકારી હતી. જેને લઈ એસીબીએ રીંકુ પટ્ટણી અને પીએસઆઈ રાવલ બંને ઝડપાઈ જવા પામ્યા હતા. એસીબીએ બંનેને ડીટેઈન કરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. એસીબીએ તેમના ઘરે પણ સર્ચ કરીને તેમની મિલકતની પણ તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...