Ahmedabad : એક ઘટનામાં પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો તો બીજી ઘટનામાં બુટલેગરે લીધો પોલીસકર્મીનો જીવ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 15:27:31

આપણા દિમાગમાં એક છબી હોય છે પોલીસની જે નેગેટિવ હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી દાદાગીરી આપણા નજરોની સામે આવતી હોય છે. પોલીસની વાત એટલા માટે કરવી છે કારણ કે બુટલેગરની ગાડીની અડફેટે આવતા એએસઆઈનું મોત થયું છે. એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યા હતા. પોલીસની ગાડીની ટક્કર થઈ હતી જે બાદ તે દાદાગીરી કરી રહ્યા તે વીડિયો સામે આવ્યો હતો. તો એક પોલીસકર્મીનું મોત બુટલેગરની ગાડીની ટક્કરથી થયું છે.

ASIનો ગાડીની ટક્કરથી ગયો જીવ!

દારૂની અને બુટલેગરની વાત એટલા માટે કરવી છે કારણ કે આ ગુજરાત છે અને આ ગુજરાતમાં દારૂબંધી છે. અમે દરરોજ કહી કહીને થાકી ગયા છીએ કે આસાનીથી ગુજરાતમાં દારૂ મળી રહે છે અને પોલીસને પણ ખબર હોય છે કે દારૂ ક્યાં વેચાય છે! ગુજરાતમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બુટલેગરે પોલીસ કર્મીને ટક્કર મારી અને ASIનો જીવ લઇ લીધો. એક બુટલેગરના કારણે આપણે આપણી ગુજરાત પોલીસના એક જવાનને ખોયા છે.  

બુટલેગરે મારી પોલીસકર્મીને ટક્કર!

આપણા ગુજરાતની પોલીસમાં એટલી તાકાત છે કે એ ધારે તો દારૂ તો છોડો કોઈ બુટલેગર ગુજરાતમાં ઊંચા અવાજે વાત ના કરી શકે. કેટલાક એવા તુચ્છ પોલીસ કર્મચારીઓના કારણે આપણા આખાય ગુજરાતની પોલીસ બદનામ થાય છે. આજે આપણે આપણા ગુજરાત પોલીસના એક જવાનને ખોઈ દીધા છે. અમદાવાદ જિલ્લાના ભાવડા પાટિયા પાસે બેફામ બુટલેગરે દારૂ ભરેલી કારથી પોલીસની જીપને ટક્કર મારતા એક પોલીસકર્મીનું નિધન થયું છે. જ્યારે એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


બુટલેગરે તમામ હદ વટાવી!

રોજે રોજ રાજ્યમાં દારુ ઘુસાડવા બુટલેગરો અવનવા પેતરા અજમાવતા હોય છે. ક્યારેક એ લોકો સફળ થઈ જાય છે તો ક્યારેક પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ જાય છે. પરંતુ હવે તો અમદાવાદમાં બુટલેગરોએ તમામ હદ વટાવી દીધી છે. 


ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ગાડીએ ટક્કર મારી!

પ્રાપ્ત વિગતો અનુસાર, કણભા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન તેઓને ભાવડા પાટિયા પાસેથી એક ગાડી દેશી દારૂ ભરીને જતી હોય તેવી ચોક્કસ બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે કણભા પોલીસ સ્ટેશનના ASI તેમના સહકર્મી સાથે ભાવડા પાટિયા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન એક ગાડીને રોકવાનો પ્રયાસ કરતા આ ગાડીના ચાલકે પોલીસની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ બુટલેગરોની તમે હિંમત જુઓ. આ બુલટલેગર પર પોલીસ હવે કાર્યવાહી કરવાની છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા લથડી રહી છે!

આવા બુટલેગરોની શાન ઠેકાણે લાવવી જ જોઈએ કારણ કે આ લોકો કાયદો અને વ્યવસ્થાને કચડતા હોય છે. અને બેફામ રીતે એટલે જાણે દારૂ વેચવાની અને દાદાગીરી કરવાની છૂટ મળી ગઈ હોય એમનું વર્તન હોય છે. 


પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે... 

આપણા ગુજરાતની પોલીસ સેવા શાંતિ અને સુરક્ષા માટે ઓળખાય છે પણ આપણા ગુજરાતમાં કેટલીક એવા ભ્રષ્ટ પોલીસના કારણે લોકો બધી પોલીસને અલગ નજરથી જોતા હોય છે પણ એવું નથી...જયારે આપણે રાતના સમયે કોઈ કામથી નીકળ્યા હોઈએ અને રસ્તો સુમસામ હોય એ જોઈને આપણે વધુ ગતિથી ચાલવા લાગીયે છીએ. પણ જયારે આપણે લાઈટ ઝબકતી એ પોલીસની ગાડી જોઈએ ત્યારે આપણને એમ લાગે કે હા હવે વાંધો નથી અહીં પોલીસ છે. આ પોલીસ આપણી સુરક્ષા માટે જ છે. આજે આપણે જે પોલીસ કર્મીને ખોયા છે એમનું નામ બળદેવ નિનામા હતું..એમને જમાવટ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?