Mehsanaનાં એક ગામમાં વિદ્યાર્થીનીનો પહેલો નંબર આવ્યો પણ છોકરી Muslim હતી એટલે સન્માન ના થયું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-19 14:48:10

આપણા જીવનમાં દસમા ધોરણનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે આપણે સ્કૂલમાં હોઈએ ત્યારે આપણું સપનું હોય કે આપણો સ્કૂલમાં પહેલો નંબર આવે અને એવાર્ડ મળે. શાળા એક એવું સ્થાન છે જ્યાં ધર્મ, જાતિ, નાત જાત ભૂલીને બધાને સરખી રીતે ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખવામાં આવતો. પરંતુ મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શાળામાં દસમા ધોરણમાં પહેલો નંબર આવ્યો હતો પરંતુ 15મી ઓગસ્ટે વિદ્યાર્થીનીને એવોર્ડ ન આપવામાં આવ્યો કારણ કે તે મુસ્લીમ હતી. વાંચીને નવાઈ લાગી હશે પરંતુ વાત સત્ય છે.

નક્યાં સુધી માણસો ધર્મને લાવતા રહેશે વચ્ચે!

આ ઘટના બાદ સુરેન્દ્ર શર્માની પંક્તિ યાદ આવે છે

બિખરે બિખરે હૈ સભી, આઓ મિલજુલ કર રહૈ 

ક્યા પતા તુમ ન રહો, ક્યા પતા હમ ન રહે 

  

આવું બોલવું એટલા માટે જરૂરી લાગ્યું કારણ કે આપણે માણસ મટી રહ્યા છીએ, વાડાઓમાં વહેંચાઈ રહ્યા છીએ. આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે હમણા જ સ્વતંત્રતા દિવસ ગયો. મહેસાણામાં સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પહેલા નામે અરઝનાબાનુ સિપાઈ હતી પણ તેનું નામ પહેલા નંબરે લેવાની જગ્યાએ બીજા નંબરે લેવામાં આવ્યું. બીચાકડી રડવા લાગી. રડી જ શકે ને એને શું ખબર કે અત્યારની પરિસ્થિતિ શું થઈ રહી છે. હું હિંદુ, હું મુસલમાન થવા પહેલા એકવાર હું માણસ એવું કરીશું તો કેટલું સારું રહેશે... વિગતવાર વાત કરીએ તો સમગ્ર ઘટના 15 ઓગસ્ટના રોજ બની હતી. 

પ્રથમ નંબર આવેલી વિદ્યાર્થીનીનું ન લેવાયું નામ! 

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની કેટી શાળામાં 15 ઓગસ્ટે એક કાર્યક્રમ હતો ત્યારે 2022માં ધોરણ-10માં ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે પ્રથમ નંબરે પાસ થનારનું નામ જાહેર થવાને બદલે બીજા ક્રમાંકે પાસ થનારનું નામ પ્રથમ ક્રમાંક પર બોલાયું હવે એવું કેમ થયું એ સવાલ છે જેનો પ્રથમ નંબર આવ્યો હતો તેનું નામ અરઝનાબાનુ સિપાઈ છે અને તે શાળામાં હાજર હતી તો પણ તેનું નામ ના બોલાયું. 


જ્યારે શાળા પહોંચ્યા વિદ્યાર્થીનીના પિતા 

ગામ સમક્ષ પોતાનું સન્માન ન થવાથી અરઝનાબાનુ રડતી રડતી ઘરે પહોંચી પિતા સરવરખાને શાળાના આચાર્ય અનિલ પટેલ અને સંચાલક બિપીન પટેલને ફરિયાદ કરી કે મારી દીકરી પ્રથમ નંબરે પાસ થઈ હતી છતાં તેના નામની બાદબાકી કેમ કરી?” શાળાના આચાર્ય કે સંચાલકે ગોળ ગોળ જવાબ આપ્યા અને કહ્યું કે અરઝનાબાનુને એક નહીં દસ ઈનામ 26 જાન્યુઆરી 2024ના રોજ આપીશું !” ત્યારે તેના પિતાએ કહ્યું કે અમારે કોઈ ઈનામ નથી જોતું બસ અમારી દીકરીનો પહેલો નંબર આવ્યો છે તો પણ એને કેમ સમ્માન ના મળ્યું.  


મુસ્લીમ હતી એટલે વિદ્યાર્થીનીનું ન કરાયું સન્માન!

આવી ઘટનાઓ બાદ આપણી નબળી માનસિકતા દેખાઈ આવે છે. જ્યારે આપણે સમાનતાની વાત કરીએ ત્યારે કોઈ મુસ્લિમ છે એટલે એને સન્માન નહીં આપવાનું એ ક્યાંનો ન્યાય છે? શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ભેદભાવ ન થાય તેને માટે યુનિફોર્મ રાખવામાં આવતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ બાળકોના માનસ પર જે છાપ ઉભી કરે છે તે કદી વિદ્યાર્થી ભૂલી શકે તેમ ન હોય. જે વિદ્યાર્થીનું સન્માન થવાનું હતું તેની અવગણના કરવામાં આવે કારણ કે તે મુસ્લીમ છે તે ક્યાંનો ન્યાય છે?  માનસિક્તાને કારણે આપણે આપણા સમાજને કઈ દિશા તરફ આગળ લઈ જઈ રહ્યા છીએ તે વિચારવું પડશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?