હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ સંકટમાં છે, જો આપણે આવું કહીશું તો અતિશયોક્તિ ન ગણાય. છેલ્લા ઘણા સમયથી યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો છે. રોજે એવા સમાચાર લખવા પડે છે કે આજે આટલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગુજરાતમાં ફરી એક વખત બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતથી જ આજે બે કિસ્સાઓ સામે આવ્યા છે. તો વડોદરાથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 35 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.
ફરજ દરમિયાન 35 વર્ષીય યુવાનને આવ્યો એટેક અને થઈ ગયું મોત
કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવા અનેક સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી.. કોઈ યોગા કરતા કરતા તો કોઈ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે થયા છે. અનેક પરિવાર માટે નવરાત્રીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. ત્યારે વધુ અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતમાં બે યુવાનોના મોત થયા છે. પાંડેસરા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. યુવાન ફોન પર વાતો કરી રહ્યો હતો અને તે અચાનક ઢળી પડ્યો. જે યુવાનનું મોત થયું છે તે યુવાન સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા. જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ પવન ઠાકુર છે તેવી માહિતી સામે આવી છે અને તે બિહારના વતની છે.
52 વર્ષીય વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત
તે ઉપરાંત સુરતમાં 52 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું તેવી માહિતી સામે આવી છે. તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. તે ઉપરાંત વડોદરામાં પણ એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. આજવા રોડ પર રહેતા યુવકનું મોત થયું છે.
ડોક્ટરની કમિટીની કરશે આ અંગે તપાસ
કોરોના બાદ તો યુવાનોના મોત થઈ રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકારની ચિંતા વધી છે. રાજ્ય સરકારે આના કારણો જાણવા માટે ડોક્ટર કમિટીની રચના કરી છે. કમિટી આનું કારણ જાણવા માટે તપાસ કરશે. કોરોના વેક્સિનને કારણે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી વાતો લોકો કરતા હોય છે. કોરોનાને કારણે લોકોના મોત થયા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. યુવાનો તો ઠીક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે.
મનસુખ માંડવિયાએ કોરોનાના વધતા કેસને લઈ આપ્યું નિવેદન
આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આઈસીએમઆરએ હમણા એક ડિટેલ્ટ સ્ટડી કર્યો છે, એ સ્ટડીમાં સામે આવ્યું છે કે જેમને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે એક કે બે વર્ષ સુધી દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાથી બચી શકાય.