પાર્લામેન્ટની સુરક્ષામાં મોટી ચૂક, લોકસભા કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કુદી પડ્યા


  • Published By :
  • Published Date : 2023-12-13 14:36:03

દેશની સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે, બે યુવકો લોકસભાની કાર્યવાહી દરમિયાન પાર્લામેન્ટમાં ઘુસી ગયા હતા. બંને લોકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કુદકો લગાવ્યો હતો, તે કૂદી પડતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. આ ઘટના બાદ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ યુવકના હાથમાં ગેસ સ્પ્રે પણ હતું. ઘટનાના કારણે ગૃહમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.

શું હતી પીળી ગેસ?


મીડિયા રિપોર્ટ મુજબ બંને લોકોએ કથિત રીતે ગેસ ઉત્સર્જિત કરનારી સામગ્રી ફેંકી હતી. જ્યારે એક યુવકને સંસદની બહાર લઈ જવામાં આવ્યો ત્યારે તેના જુતામાંથી પીળા રંગનો ધુમાડો નિકળી રહ્યો હતો, જેના કારણે આસપાસ ગેસ ફેલાઈ ગયો હતો. આખરે આ ગેસ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે?



કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત


સુરક્ષાકર્મીઓએ બંને લોકોને ઝડપી લીધા છે અને હાલ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓનું નામ અમોલ શિંદે અને નિલમ હોવાનું કહેવાઈ રહ્યું છે. તે બંને ઘુસતા સંસદમાં અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આ ઘટના બની ત્યારે સાંસદોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળના સાંસદ સ્વગેન મુર્મુ તેમનો સવાલ પૂછી રહ્યા હતા. સંસદના માઈક પરથી અવાજ આવ્યો કે કોઈ પડ્યું.... કોઈ પડ્યું.... પકડો....પકડો....આ સાંભળીને પીઠાસીન અધ્યક્ષ રાજેન્દ્ર અગ્રવાલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. 

સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી


લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સુરક્ષા એજન્સીઓ આ ઘટનાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો છે. અમે બધા ચિંતિત હતા કે આ ધુમાડો શેનો હતો, પ્રાથમિક તપાસમાં ધુમાડો સામાન્ય હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવી છે.

સંસદનીની બહાર પણ કર્યો સુત્રોચ્ચાર


જ્યારે એક વ્યક્તિ ગૃહમાં કૂદી પડી  ત્યારે  જ સુરક્ષાકર્મીઓએ ગૃહની બહારથી પણ બે લોકોની ધરપકડ કરી હતી. આ બંને ગૃહની બહાર વિરોધ કરી રહ્યા હતા તેમની સાથે એક મહિલા પણ હતી. જેનું નામ નીલમ જણાવવામાં આવી રહ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિનું નામ અનમોલ શિંદે છે. બંને 'ભારત માતા કી જય, જય ભીમ, સરમુખત્યારશાહી નહીં ચાલે' જેવા નારા લગાવી રહ્યા હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા બંને બૂમો પાડી રહ્યા હતા કે તેમની વાત સાંભળવામાં આવતી નથી. હાલ સુરક્ષા એજન્સીઓ બંનેની પૂછપરછ કરી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?