ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે વર્ષ 2010ના કેસનો ચુકાદો આપતા તેમને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કરાયો હતો. ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઈ હતી. રોહન વૈદ્યે ચોરવાડમાં આ અંગે ફરિયાદ કરી હતી. જૂનાગઢનાં માળીહાટીના કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે વિમલ ચૂડાસમાની સાથે સાથે અન્ય ચાર લોકોને 6 મહિનાની સજા ફટકારી છે.
6 મહિનાની ફટકારાઈ સજા
2010માં ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઈ હતી. હોલીડે કેમ્પ ખાતે કોઈ વાતને લઈ મીત વૈદ્ય અને હરીશ ચૂડાસમા પર હુમલો કરાયો હતો. મારામારી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ જૂનાગઢનાં માળીયાહાટીના કોર્ટમાં આજે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે વિમલ ચૂડાસમા તેમજ તેમની સાથે અન્ય ચાર લોકોને 6 મહિનાની સજા સંભળાવી છે.