આજે આપણું જીવન સોશ્યિલ મીડિયા સાથે ખુબ જ જોડાઈ ગયું છે. આપણા મોબાઈલની ઘણીબધી એપ્સ જેમ કે , વહાર્ટસપ , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , ટેલિગ્રામ , સિગ્નલ , પ્લેટફોર્મ X સંદેશાવ્યવ્હારનો અભિન્ન અંગ બની ચુક્યા છે. માટે આ આધુનિક યુગમાં આપણી ચેટ્સની ગોપનીયતા ખુબ મહત્વની બનતી જાય છે. તો આજે આપણે જાણીશું કે કઈ રીતે આપણી ચેટ્સની સુરક્ષા કરી શકીએ છીએ . હાલના સમયમાં તમારી ચેટ્સનું મહત્વ વધી ગયું છે. હમણાં થોડાક સમય પેહલા યુએસના સુરક્ષા અધિકારીઓની સિગ્નલ એપ પરની ચેટ લીક થઈ ગઈ જે હુથી બાળવાખરો પર સ્ટ્રાઇક સંદર્ભે હતી . જેના ઘટસ્ફોટ પછી યુએસમાં ભારે હોબાળો મચી ગયો હતો . આ ચેટ લીક કઈ પેહલીવાર નહોતું . ૨૦૨૨માં જર્મનીના એક રાજકીય પક્ષ એએફડીની ચેટ લીક થઈ ગઈ જેમાં તેઓ જર્મનીના પૂર્વ ચાંસેલર એનજેલેના મર્કેલને જેલમાં મોકલવાનું આયોજન કરવાના હતા. સામાન્ય રીતે સરકારો કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરવા માટે એન્ક્રિપ્ટેડ સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરતી હોય છે.
તો પોતાની ચેટ્સને લીક થતી બચાવવા માટે આપણે શું કરી શકીએ . પહેલું કોઈ પણ સોશ્યિલ મીડિયા પેલ્ટફોર્મમાં તમારે એ વસ્તુની ચોક્કસ જાણકારી લેવી જોઈએ કે તમે ક્યા ક્યા ગ્રુપમાં એડ છો અને આ ગ્રુપમાં ક્યા ક્યા લોકો છે. એવા સોશ્યિલ મીડિયા એપનો વધારો ઉપયોગ કરો કે જે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન ઇન્સયોર કરે. એટલેકે , તમે જેને મેસેજ મોકલ્યો છે તે મેસેજ માત્ર તે જ વ્યક્તિને વંચાય કોઈ ત્રીજો વ્યક્તિ કે તે એપ પણ આ મેસેજ ના વાંચે . જેમ કે , સિગ્નલ એપ અને વ્હોટ્સએપ હંમેશા એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશનનો ઉપયોગ કરે છે. વાત કરીએ ફેસબુક મેસેન્જરની તો તેમાં મેન્યુઅલ એન્ક્રીપશન આપણે ઓન કરવું પડે છે. જોકે અહીં એક મહત્વની વાત એ છે કે , ટેલિગ્રામ એપમાં ગ્રુપ ચેટ્સ સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ નથી હોતા. તેનો અર્થ એ થાય કે , ટેલિગ્રામ કંપની તેને એક્સેસ કરી શકે છે. હવે આપણે જાણીએ કે તમારા ફોનની ચેટ્સમાં કોને કોને વધુ રસ હોઈ શકે છે . જો તમારા ફોનમાં કોઈ પણ મેસેજિંગ એપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન કામ નથી કરતુ તો હેકર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. સાથે જ તમારા ફોનનું સોફ્ટવેર હંમેશા અપડેટેડ રાખો . જેનાથી કોઈ પણ બગ એટલેકે ખામી હોય તો તે દૂર થઇ જાય .
વાત કરીએ આપણા ભારતની તો આપણા ત્યાં કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ પણ એપ પાસેથી તમારી ચેટ મેળવી શકે છે . પરંતુ ઘણી વાર વિવિધ દેશોની સરકારો આનો દુરુપયોગ પણ કરે છે. જેમ કે , ૨૦૨૩માં એવા સમાચાર બહાર આવ્યા હતા કે , ઇઝરાયલની કંપની NSO એ વિશ્વભરના રાજકારણીઓ અને પત્રકારોના ફોનમાં પેગાસસ નામનો સ્પાઈવેર ઇન્સ્ટોલ કરીને જાસૂસી કર્યાના આરોપો લાગ્યા હતા . એટલુંજ નહિ NSO એ સ્પાઈવેર બીજી સરકારોને પણ વહેંચ્યું હતું .
એટલે એક વસ્તુ ચોક્કસ છે કે , ડેટા હવે આ ૨૧મી સદીનું નવું ખનીજ તેલ છે જે સરકાર કે કંપની પાસે જેટલો વધારે ડેટા એટલુંજ તે કંપની કે સરકાર શક્તિશાળી કહેવાય છે. માટે ભારત સરકાર વિવિધ આંતરરાષ્ટ્રીય સોશ્યિલ મીડિયા કંપનીઓ માટે "ડેટા લોકલાઈઝેશનનો" આગ્રહ રાખે છે તેનાથી આપણો ડેટા આપણા દેશની સરહદમાં જ સુરક્ષિત બને. તો ધ્યાન રાખો તમારા ડેટાનું.