સમગ્ર વિશ્વમાંથી મોટાપાયે વિદ્યાર્થીઓ યુએસની યુનિવર્સિટીઓમાં ભણવા જતા હોય છે . પરંતુ હવે જે આંકડાકીય માહિતી સામે આવી છે તે ખુબ ચોંકાવનારી છે એકલા ૨૦૨૪ના વર્ષમાં યુએસએ ૪૧ ટકા જેટલા સ્ટુડન્ટ વિઝા એટલેકે F -1 વિઝા રિજેક્ટ કરી ચૂક્યું છે . એટલુંજ નહિ બીજા દેશો જેમ કે કેનેડા અને બ્રિટેને પણ સ્ટુડન્ટ વિઝા પ્રત્યે આકરું વલણ અપનાવ્યું છે . અમેરિકાનું સ્ટેટ બ્યુરો ઓફ કોસ્યુલર ડિપાર્ટમન્ટ કે જેણે હમણાં એક ડેટા રિલીઝ કર્યો હતો તે મુજબ ઓક્ટોબર ૨૦૨૩થી લઇને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી ૪૧ ટકા સ્ટુડન્ટ વિઝા કેન્સલ કર્યા છે . ૨૦૧૪ કરતા આ રિજેકશન રેટ લગભગ હવે ડબલ થઇ ચુક્યો છે . જોકે આ રિપોર્ટમાં અલગ અલગ દેશોની યાદી અનુસાર ડેટા આપવામાં આવ્યો નથી એટલેકે , આપણને ખબર નઈ પડે કે કેટલા ભારતીયોના વિઝા કેન્સલ થયા હતા . યુએસમાં નાણાકીય વર્ષ ઓક્ટોબર ૧લી તારીખથી સપ્ટેમ્બરની ૩૦મી તારીખનું હોય છે. ૨૦૨૩-૨૦૨૪ના નાણાકીય વર્ષ દરમ્યાન ૬.૭૯ લાખ સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાંથી ૨.૭૯ લાખ એટલેકે ૪૧ ટકા રિજેક્ટ કરવામાં આવી છે .
૨૦૨૨-૨૦૨૩માં સ્ટુડન્ટ વિઝા રિજેકશનનો દર ૩૬ ટકા હતો . જોકે હવે સ્ટુડન્ટ વિઝાનો જે આટલો મોટો રિજેક્શનનો દર છે તેના લીધે એપ્લિકેશનમાં જ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વાત કરીએ કોવીડ પછીના સમયની , ૨૦૨૧માં ૨૦ ટકા , ૨૦૨૨માં ૩૫ ટકા F -1 વિઝા રિજેક્ટ થયા હતા. વાત કરીએ આ F - 1 વિઝાની તો આ એક નોન ઇમિગ્રન્ટ કેટેગરીના સ્ટુડન્ટ વિઝા છે . જો તમારે અમેરિકામાં કોઈ પણ યુનિવર્સીટીમાં અભ્યાસ કરવો હોય તો આ વિઝા આવશ્યક છે . જયારે M -1 વિઝા માત્ર વોકેશનલ અને નોન એકેડમિક પ્રોગ્રામ માટે અપાય છે. દર વર્ષે કુલ સ્ટુડન્ટ વિઝાની કેટેગરીમાં ૯૦ ટકા વિઝા F -1 વિઝા હોય છે. અમેરિકામાં F -1 વિઝા એપ્લિકેશનમાં મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ એપ્લાઇ કરે છે. આ ઉપરાંત , અમેરિકાની એક સંસ્થા ઓપન ડોર ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર , ૨૦૨૩-૨૦૨૪માં ભારતીયોની સંખ્યા ચાઈનીઝ સ્ટુડન્ટસ કરતા વધી ગઈ છે . યુએસમાં કુલ F -1 વિઝા ધારકોમાં ૨૯ ટકા એકલા ભારતીયો છે. આ રિપોર્ટ અનુસાર ૨૦૨૩-૨૦૨૪માં ૩.૩૧ લાખ જેટલા ભારતીય સ્ટુડન્ટ અમેરિકામાં હતા . આ F - 1 વિઝામાં ખુબ મોટાપાયે રિજેક્શન ત્યારે સામે આવ્યું છે જયારે બીજા દેશો પણ સ્ટુડન્ટ વિઝા આપવા પર લિમિટ નક્કી કરી રહ્યા છે . દાખલ તરીકે , કેનેડાએ ૨૦૨૪માં જ જાહેર કર્યું હતું કે તે સ્ટુડન્ટ વિઝા આપવામાં કેપ એટલેકે , નિયંત્રણ મુકશે . વાત કરીએ યુકેની તો , જ્યાં ભારતીય સ્ટુડન્ટો બીજા નંબરે સૌથી વધારે જાય છે તેમણે પણ સ્ટુડન્ટ વિઝા આપવા પર નિયંત્રણ મુક્યા છે . આના કારણે બ્રિટિશ યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે .
તો આંતરરાષ્ટ્રીય સમાચારો માટે જોતા રહો જમાવટ.