પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધી છે, તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવા ઈસ્લામાબાદ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ છે. લાહોરના જમાન પાર્કમાં ઈમરાન ખાનના ઘરે ઈસ્લામાબાદ પોલીસની એક ટીમ હાજર છે. જોકે, પોલીસને ઈમરાન ખાન ક્યાંય મળ્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 28 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદના એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તોશાખાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી રહી છે.
ઈમરાન ખાન પર આરોપ શું છે?
ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે વિદેશથી મળેલી ભેટને સરકારી તિજોરીમાં જમા ન કરાવી અને તેનો ઉપયોગ પોતાના ઉપયોગ માટે કર્યો અને ત્યાર બાદ તે બહુકિમતી ચીજોને બજારમાં વેચી દીધી હતી. આ કેસમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે પણ ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા છે.
ایس پی سٹی اسلام آباد سے پوچھا کہ کیا رانا ثنااللہ کی خواہش پوری کرنے آئے ہیں یا کورٹ کے آرڈرہیں۔۔؟#Zaman_Park #ImranKhan pic.twitter.com/pILoqasAY7
— Pak Affairs (@realpakaffairs) March 5, 2023
પોલીસે શું કહ્યું?
ایس پی سٹی اسلام آباد سے پوچھا کہ کیا رانا ثنااللہ کی خواہش پوری کرنے آئے ہیں یا کورٹ کے آرڈرہیں۔۔؟#Zaman_Park #ImranKhan pic.twitter.com/pILoqasAY7
— Pak Affairs (@realpakaffairs) March 5, 2023પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે જ્યારે એસપી તેમના રૂમમાં પહોંચ્યા ત્યારે ઇમરાન ત્યાં હાજર નહોતાં. પોલીસનો આરોપ છે કે તેઓ ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા પ્રમાણે, પોલીસના અધિકારી ઇમરાનના ઘરે જ હાજર છે. પાકિસ્તાન પોલીસ રવિવારે તોશાખાના મામલે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી છે.
PTIએ આપી ચેતવણી
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-તહરીક-એ-ઇન્સાફ(PTI)ના વાઇસ ચેરમેન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પોલીસની નોટિસમાં ઇમરાનની ધરપકડનો ઉલ્લેખ નથી. ઇમરાન પોતાની લીગલ ટીમ સાથે 2.30 વાગ્યે બેઠક કરશે. ત્યાર બાદ આગળની રણનીતિ અંગે જણાવશે. દરમિયાન PTIના નેતા અને ઇમરાનની સરકારમાં જે મંત્રી રહેલાં ફવાદ ચોધરીએ પાર્ટીના કાર્યકર્તાઓને એકઠા થવા માટે કહ્યું. તેમણે કહ્યું કે જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો દેશમાં અરાજકતા ફેલાઇ શકે છે. ફવાદ ચોધરીએ વધુમાં કહ્યું જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો પાકિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવશે. ઇમરાન વિરૂદ્ધ 74 કેસ નોંધવામાં આવ્યા છે.