પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર ફાયરિંગ રાજકારણ ગરમાયું છે. રાજનેતાઓ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે. પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી મનાતી જમીયત ઉલેમાના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને ઈસ્લામાબાદમાં PTIના નેતા ઈમરાન ખાનના લોંગ માર્ચને નિષ્ફળ ગણાવી હતી. અને ઈમરાનને 'નૌટંકીબાજ' કહીંને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.
ઈમરાન ખાન પર હુમલો પીટીઆઈનું નાટક
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફઝલુર રહેમાને કહ્યું કે જ્યારે અમને સમાચાર મળ્યા કે તેમના પર ફાયરિગ થયું છે ત્યારે અમને ખુબ આઘાત લાગ્યો હતો અને તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ પ્રગટ કરી હતી. પરતું હવે એવું લાગે છે કે આ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા રચવામાં આવેલું એક નાટક હતું. ઈમરાન ખાન તો એક્ટિંગમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા છે.