પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ પછી ડોક્ટરોએ કરેલી સર્જરી બાદ તેમના પગમાંથી ત્રણ ગોળીઓ કાઢી છે. ઈમરાન ખાને સીએનએનને આપેલા ઈન્ટરર્વ્યુંમાં કહ્યું કે તેમના પગમાંથી ડોક્ટરોએ ત્રણ ગોળીઓ કાઢી છે, જો કે કેટલાક છરા પણ હતા જે તેમણે પગમાં જ રહેવા દીધા છે.
પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ પર હત્યાનો આરોપ
ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમની હત્યાનું ષડયંત્ર બે મહિના પહેલા જ રચવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે જ તેમના પર હુમલાની યોજના બનાવી હતી. જો કે તેમણે ધાર્મિક કટ્ટરપંથી યુવાનને તેનું મોહરૂ બનાવ્યો હતો. ઈમરાન ખાને વધુમા જણાવ્યું કે તેમના પર હુમલાના ષડયંત્ર અંગે તેમને જાણ કરી દેવામાં આવી હતી.