ઈમરાન ખાનને ઈસ્લામાબાદ જતા રોકવામાં આવ્યા, પોલીસ ઘરનો દરવાજો તોડીને ઘુસી, કાર્યકરો સાથે લોહિયાળ ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-18 17:04:22

પાકિસ્તાનમાં તોશાખાના કેસના આરોપી ઈમરાન ખાનને ફરતો ગાળિયો વધુ મજબુતાઈથી કસાયો છે. તેઓ આજે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, પરંતુ કોર્ટમાં જતા પહેલા તેમના કાફલાને ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાન જ્યારે ઇસ્લામાબાદ જવા રવાના થયા, ત્યારે પોલીસ લાહોર સ્થિત તેમના ઘરનો દરવાજો તોડીને પણ તેમના મકાનમાં પહોંચી છે. આ દરમિયાન પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.


20 કાર્યકરોની ધરપકડ


પોલીસે ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ત્યારે માહોલ ગરમાયો હતો. ઈમરાન ખાનની પાર્ટી તહરીકે ઈન્સાફ પાર્ટી (PTI)ના કાર્યકરોએ પોલીસનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં પણ મોટી સંખ્યામાં પોલીસ ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ગઈ છે. ઈમરાન ખાનની ઘર પરથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું પણ કોઈ ઘાયલ થયું નથી. ઈમરાનના ઘરની નજીક જ પોલીસે અસ્થાઈ કેમ્પ બનાવ્યો છે.ભારે ધમાલ અને કોલાહલને અંતે પોલીસે 20થી વધુ PTI કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. 


માર્ગો કન્ટેનરથી બંધ કરાયા


લાહોરમાં જમાલ પાર્ક વિસ્તાર તરફ જતા ઘણા રસ્તાઓ કન્ટેનરથી બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહનો અને રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરો, કેટલાક લાકડીઓ સાથે, નિવાસસ્થાન નજીક કેનાલ રોડ પર એકઠા થયા છે. આ કાર્યકરોએ પોલીસ પર હુમલા કરતા સ્થિતી વણસી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?