પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સામે વધુ એક મુસીબત ઉભી થઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાનમાં 30-40 આતંકવાદીઓ છુપાયા છે. આ અંગે પંજાબ સરકાર સતર્ક બની છે, પોલીસે ઈમરાન ખાનના મકાનને ચારેબાજુથી ઘેરી લીધું છે. સરકારે ઈમરાન ખાનને કહ્યું છે કે 24 કલાકમાં જ આતંકવાદીઓને સોંપી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
ઈમરાન ખાન આતંકીઓથી વાકેફ
પંજાબ પ્રાંતના સુચના અને પ્રસારણ મંત્રી આમિર મીરે લાહોરમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે PTIએ આ આતંકવાદીઓને સોંપી દેવા જોઈએ, નહીં તો કાયદો તેનું કામ કરશે. તેમણે કહ્યું કે સરકારને આતંકીઓ વિશે તમામ જાણકારી છે, કેમ કે તેની પાસે વિશ્વસનિય સિક્રેટ રિપોર્ટસ હતો. મીરે કહ્યું કે જે રિપોર્ટ આવી છે તે ખૂબ જ ખતરનાક છે. તેમણે કહ્યું કે એજન્સીઓ જિયોફેન્સિંગ દ્વારા જમાન પાર્કમાં આતંકીઓની હાજરી અંગે પુષ્ટી કરી શકે છે.
મિલિટરી કોર્ટ નક્કી કરશે સજા
મીરને જિન્ના હાઉસ પર હુમલાને લઈ સવાલ પુછાયો હતો, તેમણે કહ્યું હતું કે જિન્ના હાઉસ પર હુમલાને આસાનીથી રોકી શકાતો હતો. પરંતું સીએમએ પોલીસને હથિયાર પ્રયોગ કરવાથી રોકી હતી, જેથી ખુનખરાબી રોકી શકાય. જિન્ના હાઉસ કોર કમાન્ડરનું સત્તાવાર નિવાસસ્થાન છે. તેના પર હુમલા દરમિયાન અનેક પ્રદર્શનકારો ઘરના લોકોના સંપર્કમાં જ હતા. મીરે વધુમાં કહ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કરનારા લોકોનું ટ્રાયલ મિલિટરી કોર્ટમાં જ થશે.