પાકિસ્તાનમાં ચાલી રહેલી બબાલ વચ્ચે એક ઓડિયોએ હોબાળો મચાવ્યો છે. આ લીક ઓડિયોમાં ઈમરાન ખાન અમેરિકાની મહિલા સાંસદને મદદ માટે અરજ કરતાં સાંભળવા મળે છે. તેમણે અમેરિકાના સાંસદ પાસે તેમની પાર્ટી પીટીઆઈ અને તેના નેતાઓ સામે ચાલી રહેલી કાર્યવાહીને લઈ મદદ માંગી. તેમણે કહ્યું કે અમેરિકા સહિત દુનિયાભરના દેશોએ પાકિસ્તાનમાં જે ચાલી રહ્યું છે તેની સામે ઉભા રહેવું જોઈએ. તેમણે અમેરિકાના સાંસદ મેક્સિન મૂર વાયર્સને પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવાની માંગ કરી.
Imran Khan is speaking in this audio what he is saying in the international media and his other speeches. If repression and fascism continue, voice will not be limited to Pakistan. PTI cannot be crushed by force. Benazir herself had lobbied in the US. pic.twitter.com/9TaaAQF6hT
— Ray (@iKarachiwala) May 20, 2023
મારી હત્યા થઈ શકે છે-ઈમરાન ખાન
Imran Khan is speaking in this audio what he is saying in the international media and his other speeches. If repression and fascism continue, voice will not be limited to Pakistan. PTI cannot be crushed by force. Benazir herself had lobbied in the US. pic.twitter.com/9TaaAQF6hT
— Ray (@iKarachiwala) May 20, 2023આ 1.57 મિનિટના લીક ઓડિયોમાં ઈમરાન અમેરિકાની સાંસદને જણાવ્યું મારી હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે. એક પ્રયત્નમાં મારા પગ પર ત્રણ ગોળિઓ મારી હતી. મારી સરકારે સેનાના પૂર્વ પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને હટાવી દીધા હતા. કેમ કે સેના ખુબ જ શક્તિશાળી છે. તેમણે આરોપ લગાવ્યો કે સેના પ્રમુખે તે લોકો સાથે મળી ષડયંત્ર રચ્યું કે જે મારી સરકારમાં હતા, અને મારી સરકાર પાડી દીધી. મારી પાર્ટીને સૌથી ખરાબ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકાની કોંગ્રેસની પણ મદદ માગી
ઈમરાન ખાને અમેરિકાની કોંગ્રેસી સભ્ય મેક્સિકન મૂર વાટર્સને પોતાની પાર્ટીના પક્ષમાં એક નિવેદન જાહેર કરાવવાની વિનંતી કરી હતી. અમે માત્ર કાયદો અને બંધારણના મૌલિક અધિકારોનું શાસન ઈચ્છીએ છીએ. અમે માત્ર ક્રેકડાઉનને ઉજાગર કરવા માંગીએ છિએ. અને આ વાસ્તવમાં અમારી મદદ કરશે. જ્યારે કોઈ મૈક્સિકન જેવી મહિલા બોલે છે ત્યારે ખૂબ જ મોટો પડઘો પડે છે.