પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તોશાખાના કેસમાં ધરપકડ થઈ શકે છે. લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનના ઘરની બહાર બખ્તરબંધ પોલીસ વાહનો પહોંચી ચુક્યા છે. આ દરમિયાન, ઈસ્લામાબાદમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી ત્યાં પહોંચી છે. પીટીઆઈના કાર્યકરો ઈમરાન ખાનના ઘરની બહાર ભેગા થવા લાગ્યા છે.
عمران خان سے اظہار یکجہتی: کمیٹی چوک راولپنڈی! #زمان_پارک_پہنچو pic.twitter.com/JIJIERqzns
— PTI (@PTIofficial) March 14, 2023
પોલીસ-કાર્યકરો વચ્ચે અથડામણ
عمران خان سے اظہار یکجہتی: کمیٹی چوک راولپنڈی! #زمان_پارک_پہنچو pic.twitter.com/JIJIERqzns
— PTI (@PTIofficial) March 14, 2023તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી થયાના એક દિવસ બાદ પોલીસ તેમના ઘરે પહોંચી છે. પોલીસે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈમરાનના સમર્થકો પણ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ઘરની બહાર એકઠા થયા છે. પોલીસે તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે.
ઈમરાને વીડિયો દ્વારા લોકોને ઉશ્કેર્યા
પોલીસ ધરપકડથી ગભરાયેલા ઈમરાન ખાને એક વીડિયો મારફતે લોકોને સંબોધ્યા હતા અને તેમને ઉગ્ર આંદોલન કરવા માટે ઉશ્કેર્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ મારી ધરપકડ કરવા આવી છે. હું લોકોનું યુદ્ધ લડી રહ્યો છું. મને કંઈક થઈ જાય તો પણ આ યુદ્ધ અટકવાનું નથી.પોલીસને લાગે છે કે જો તેઓ મારી ધરપકડ કરશે તો સમુદાયની ઊંઘ ઊડી જશે. તમારે તેમને ખોટા સાબિત કરવા પડશે. ઈમરાને એક મિનિટ 12 સેકન્ડનો વીડિયો જાહેર કરીને આ વાત કહી છે.