પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે પાક રેન્જર્સ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી છે, પાકિસ્તાન રેન્જર્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
"There is no case on me. They want to put me in jail, I am ready for it," said former Pakistan PM and PTI chief Imran Khan before his arrest
(Video source: Imran Khan's Twitter Handle) pic.twitter.com/pH3QblSC0b
— ANI (@ANI) May 9, 2023
ધરપકડ બાદ દેશભરમાં ખળભળાટ
"There is no case on me. They want to put me in jail, I am ready for it," said former Pakistan PM and PTI chief Imran Khan before his arrest
(Video source: Imran Khan's Twitter Handle) pic.twitter.com/pH3QblSC0b
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વકીલ ફૈઝલ ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરી છે. બીજી તરફ PTI નેતા મુસર્રત ચીમાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેઓ ઈમરાન ખાનને મારી રહ્યા છે. તેઓએ ઈમરાન સાહેબ સાથે કંઈક કર્યું છે. મળતી માહિતી મુજબ ઈમરાનની ધરપકડ બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. કોર્ટની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનના વકીલ અને સમર્થકો સાથે પણ મારપીટ કરવામાં આવી છે.