BJP સંસદીય બોર્ડની કાલે મહત્વપૂર્ણ બેઠક, ત્રણ રાજ્યના CMના નામની થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-06 22:40:53

દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ હવે તે રાજ્યોના મુખ્યમંત્રીના નામ પર પાર્ટીમાં ગડમથલ ચાલી રહી છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે મળનારી ભાજપની સંસદીય બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. 3 ડિસેમ્બરે આવેલા પરિણામ બાદ ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. આ ત્રણ રાજ્યોમાં કુલ મળીને 65 સાંસદ લોકસભામાં આવે છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં જીત આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે ઉત્સાહ વધારનારી છે. આ પહેલા આજે વિધાનસભા ચૂંટણી જીતનાર બે કેન્દ્રીય મંત્રી સહિત 10 ભાજપના સાંસદોએ લોકસભામાંથી રાજીનામું આપી દીધા છે. આ 10 સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ પોતાના રાજીનામા આપ્યા હતા.


PM મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક


આ પહેલા ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળી હતી જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયો હતો.ભાજપે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. પાર્ટીએ આ ચૂંટણી વડાપ્રધાન મોદીના નામે લડી હતી. ચૂંટણી પરિણામ બાદ પણ ભાજપ હજુ સુધી આ ત્રણેય રાજ્યોમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, ત્યારે ગુરુવારે મળનારી બેઠક બાદ આ નામ જાહેર થઈ શકે છે.ભાજપ સંસદીય દળ ગુરુવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પોતાની પહેલી બેઠક કરશે અને ત્રણ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જોરદાર જીત બદલ વડાપ્રધાન મોદીને સન્માનિત કરવાની સંભાવના છે. ભાજપ સંસદીય દળમાં તેમના લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો સામેલ છે. આ દળ સામાન્ય રીતે સત્ર દરમિયાન દર સપ્તાહે બેઠક કરે છે. બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતા સંસદના એજન્ડા અને તેના સંગઠનાત્મક અને રાજનીતિક અભિયાનો સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?