Gujaratના ખેડૂતો માટે તીડ મામલે મહત્વની જાણકારી, તીડ હમણા પાક નહીં બગાડે, જાણો કેવી રીતે મળશે તીડથી છૂટકારો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-18 15:08:23

અગાઉ પણ ગુજરાતે બધુ જોયેલું જ છે. એટલે હવે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે તેના સિવાયનો પણ કોઈ પક્ષ જો ગુજરાતમાં સક્રિય હોય તો તેમના નેતાને તગારા લઈને તૈયાર થઈ જવું પડશે કારણ કે તીડ ગુજરાતમાં આવી શકે છે. જે કે મજાકને બાદ કરીએ તો આ એક ગંભીર બાબત છે કારણ કે ખેડૂતોના ખેતર તીડ સાફ કરી નાખે છે. તમામ પાક સફાચટ્ટ એટલા માટે થઈ જાય છે કારણ કે એક તીડ પોતાના જીવન દરમિયાન કદ કરતા 1 હજાર ગણું ખાઈ જાય છે.

તીડને રોકવા સરકાર કરી રહી છે પ્રયાસ

ગુજરાતમાં એક ચોક્કસ સમયે ઉત્તરના ભાગમાં તીડનો આતંક જોવા મળે છે. તીડને કાબૂમાં તો કરી શકાય એવી કોઈ સુવિધા નથી પણ સરકારે પગલાના ભાગ રૂપે લોક્ટસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન બનાવ્યું છે જે તીડને કાબૂમાં લે છે. અમે શરૂઆતથી તીડ તીડ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અત્યારે બનાસકાંઠાના ખેડૂતો માટે સારા સમાચાર છે. થરાદ, વાવ અને સૂઈગામમાં તીડ નિયંત્રણ સમિતિ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું છે કે હાલ તીડ ત્રાટકવાના નથી. ચાલો સારી વાત છે નથી આવવાના. પણ જો આવી જાય તો?


વિશ્વભરમાં તીડની છે 11 હજાર પ્રજાતિઓ 

તેના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો ચાલો તીડ વિશે માહિતી લઈએ. તીડ પર જ્યારે વાત ચાલી રહી હોય ત્યારે એક વસ્તુ ધ્યાને લેવી પડે કે ખાલી ભારતમાં જ તીડ જોવા નથી મળતા વિશ્વભરમાં તીડની 11 હજાર જેટલી પ્રજાતિ જોવા મળે છે. અને એ પ્રજાતિમાંથી રણ તીડ નામની જાતિ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. જો કે ખાલી ભારતમાં જ નહીં પણ બાકી પણ 60 દેશમાં રણ તીડ જોવા મળે છે. તે રાતના આરામ કરે છે અને સવારે 9 વાગ્યાથી ઉડવાનું શરૂ કરી દે છે. ઉડવાનું શરૂ કરે છે તેની જગ્યાએ આતંક મચાવવાનું શરૂ કરી દે છે એવું કહીએ તો પણ યોગ્ય કહેવાશે. 2 કે 3 મહિના જીવતું તીડનું ઝુંડ એકવાર ઉડે છે તો નાનું ગામ હોય તેને ઢાંકી દે છે. અંદાજે 10 કરોડ તીડ એક ઝુંડમાં ઉડતા હોય છે. જોવા જેવી વાત તો એ છે કે આ તીડ 3 મહિનામાં પોતાના વજનથી 1 હજાર ગણું તો પાક ખાઈ જાય છે. અને એટલા માટે જ ખેડૂતો માટે તીડ ખતરો છે. 

તીડ ભગાડવા લીમડાના તેલનો ખેડૂતો કરી શકે છે ઉપયોગ 

તીડ આવી તો જાય છે પણ હવે તેને ભગાવવા કેમ, કારણ કે તીડ આવે એ પણ આપણા હાથમાં નથી અને ભગાડવા પણ આપણા હાથમાં નથી. તો તીડ ભગાડવા લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. જો કોઈ તીવ્ર અવાજ સંભળાય તો પણ તીડ એ વિસ્તારમાં નથી આવતા. આ સિવાય યુએલવી ગ્રેડની મેલાથીઓન દવા જે 96 ટકાની સાંદ્રતામાં હોય છે તેને છાંટીએ તો પણ તીડ સફાચટ્ટ થઈ જાય છે. આ સિવાય તીડ ભગાડવા માટે અને તીડ આવે છે કે નહીં તેની માહિતી રાખવા માટે અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. હાલ તે સમિતિ સર્વે કરી રહી છે જેમાં માહિતી મળી છે કે તીડ હાલ તો નથી આવવાના. તો ખેડૂત મિત્રો માટે આ સારા સમાચાર છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...