ગિફ્ટ સિટીને અંગે સરકારનો મહત્વનો નિર્ણય, અધિકૃત કર્મચારી-અધિકારીઓ અને મુલાકાતીઓને દારુના સેવનની છુટ


  • Published By :
  • Published Date : 2023-12-22 21:51:56

ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા ગાંધીનગર પાસે આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) માં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે દારુની મંજુરી આપી છે. ગીફ્ટ સિટીમાં આવનારા સત્તાવાર મુલાકાતીઓને પણ તેનો લાભ મળશે. વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા અને લીકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે GIFT સિટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ ફેંસલો કર્યો છે. 


કોને મળશે છુટનો લાભ?


સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ છૂટછાટ અનુસાર, સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં તમામ કર્મચારીઓ અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી વાઈન એન્ડ ડાઈન આપતી ગિફ્ટ સિટીની હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ ઉપરાંત દરેક કંપની જેને ઓથોરાઈઝ્ડ કરે, તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.આ માટે GIFT સિટી ખાતે આવેલ હોટલ્સ, રેસ્ટોરન્ટ કે ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી એટલે કે FL-3 પરવાના મેળવી શકશે. જો કે આવી હોટલ, ક્લબ કે રેસ્ટોરન્ટ લીકરની બોટલનું વેચાણ નહીં કરી શકે.આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.3 પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.


GIFT સિટી શું છે?


ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સીટીએ  લગભગ 900 એકરમાં ફેલાયું ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે, જ્યાં આર્થિક પ્રવૃત્તિઓ ધમધમે છે. ગિફ્ટ સિટીમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ પોતાની ઓફિસ ધરાવે છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.