ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 09:13:48

  • રાજ્ય સરકારનો નિર્ણયઃ ઈમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરી શકાશે
  • આ નિયમ પ્રમાણે બનેલા ગેરકાયદેસર બાંધકામ પર ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરાશે
  • રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયને દોહરાવ્યો છે

  • રાજ્યમાં ફરી લાગુ થઈ શકે છે ઈમ્પેક્ટ ફીનો કાયદો | Impact fee law can be  re-applied in the state
  • રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી તારીખ જાહેર કરાઈ ના હોવાથી આચારસંહિતા અમલમાં આવી નથી. આવામાં રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેના કારણે મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓમાં ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામોના પ્રશ્નનું સમાધાન થશે. જેમાં ઈમ્પેક્ટ ફી ભરીને આ બાંધકામોને કાયદેસર કરવામાં આવશે. આ નિર્ણય સાથે સરકારે જે વટહુકમ બનાવ્યો હતો તેને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જે બાદ 17મી ઓક્ટોબરથી તેને અમલમાં મૂકવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
  • ગુજરાત સરકારે લીધો વધુ એક નિર્ણય, ઈમ્પેક્ટ ફી ભરી બિન અધિકૃત બાંધકામ  કાયદેસર થશે - Gujarat government decision impact fee paying unauthorized  construction legal | Indian Express Gujarati
  • રાજ્ય સરકાર દ્વારા વટહુકમ જારી કરીને તમામ શહેરી વિસ્તારો કે જ્યાં કેટલાક કારણોથી થયેલા ગેરકાયદે રહેણાક બાંધકામોને કાયદેસર કરવાનો મોકળો માર્ગ મળશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ફાયદો થશે. ઘરમાં સભ્યોની સંખ્યા વધવાથી કે કોઈ અન્ય કારણે લોકો ગેરકાયદેસર બાંધકામ કરવા માટે પ્રેરાતા હોય છે, આવામાં હવે આ બાંધકામોને ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસર બનાવી શકાશે.

  • વર્ષ 2011માં તત્કાલિન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો હતો. જેને ભૂપેન્દ્ર પટેલે દોહરાવ્યો છે. આ નિર્ણયથી એક તરફ શહેરોમાં રહેતા લોકોને ફાયદો થશે તો બીજી તરફ સરકારને ઈમ્પેક્ટ ફી દ્વારા કરોડોની આવક પણ થશે. આ નિર્ણયથી રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતની તમામ મહાનગરપાલિકાઓ, ઔડા, સુડા, રૂડા, ગુડા અને શહેરી વિકાસ સત્તા મંડળો અને તમામ 151 નગરપાલિકાઓમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભર્યા બાદ કાયદેસર કરવામાં આવશે.

  • આ બાંધકામોનો સમાવેશ નહીં થાય

  • જે કિસ્સામાં મળવાપાત્ર FSI 1.0 કરતા ઓછી હોય, રહેણાક સિવાય ઉપયોગ (દાત. વાણિજ્ય, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક વગેરે)માં લેવાતા હોય, જે CGDCR પ્રમાણે મહત્તમ મળવાપાત્ર FSI કરતા 50% વધારે FSI થતી હોય, પ્લોટની હદની બહાર નીકળતા પ્રોજેક્ટ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઈલેક્ટ્રિક લાઈન ગેસ લાઈન અને જાહેર ઉપયોગની સેવા પર ઉભા કરેલા બાંધકામો કાયદેસર કરી શકાશે નહીં. આ સિવાય સરકારી સ્થાનિક સત્તામંડળોની જમીન પરના બાંધકામ, ચોક્કસ હેતુ માટે સંપાદન, ફાળવણી કરાયેલી જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળસ્ત્રો જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વગેરે, ઓબ્નોક્ષિયસ અને હેઝાર્ડ્સ ઔદ્યોગિક વિકાસ હેતુ માટે નિયત કરાયેલા વિસ્તાર, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા રમત-ગમતના મેદાન, ફાયર સેફ્ટીના કાયદા પ્રમાણે સુસંગત ના હોય, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની જરુરિયાત જળવાતી ના હોય, રેરા કાયદા હેઠળ ઠરાવેલા બિનઅધિકૃત બાંધકામ. ગુજરાત ક્લિનિકલ એસ્ટોબ્લિશમેન્ટ કાયદા પ્રમાણે સુસંગત ન હોય તેવા બાંધકામોને પણ કાયદેસર કરી શકાશે નહીં.

  • આ બાંધકામો કાયદેસર થઈ શકશે
  • જે ગેરકાયદેસર બાંધકામો ઈમ્પેક્ટ ફી ભર્યા પછી કાયદેસર કરવામાં આવશે તેમાં માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ (ફક્ત 50% માટે ફી લઈને નિયમબદ્ધ થઈ શકશે) સેનિટરી સુવિધા સુવિધા નિયમબદ્ધ કરી શકાશે.


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?