#BoycottMaldivesની અસર, બુકિંગ ધડાધડ કેન્સલ, સેલિબ્રિટીઝે પણ કર્યું અભિયાનનું સમર્થન


  • Published By :
  • Published Date : 2024-01-08 20:41:49

માલદિવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના ભારત વિરોધી અને ચીન તરફી અભિગમ માટે જાણીતા છે. મુઈઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં “India Out”નું સ્લોગન આપ્યું હતું. મુઈઝુ સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદિવ વચ્ચે સંબંધો વણસ્યા છે. ઇન ફેક્ટ તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવીને જ સત્તા પર આવ્યા છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને તેમણે દેશના લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા બાદ મુઈઝુના પક્ષના પ્રધાનો પીએમ મોદીની મજાક ઉડાવી હતી અને ભારતીયો વિશે એલફેલ નિવેદનો કર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યું હતું. અનેક લોકોએ તેમની માલદિવ્સની ટિકિટ કેન્સલ કરી દીધી છે, તો અનેક લોકોએ લક્ષદ્વીપ જવા માટે બુકીંગ કરાવી લીધું હતું. હવે સોશિયલ મીડિયાપર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે,જેમાં માલદિવ્સને આયનો બતાવવામાં આવ્યો છે અને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું માલદિવ્સ આનો જવાબ આપશે.


બુકિંગ ધડાધડ કેન્સલ


દેશમાં #BoycottMaldives ટ્રેંડીંગ છે, જેની અસર જબરદસ્ત થઈ રહી છે, જેની અસર સોશિયલ મીડિયા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. માલદીવ જવાનું વિચારતા લોકોએ તેમની ટ્રીપ કેન્સલ કરાવી છે. ભારતીય ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સનો દાવો છે કે માલદીવની યાત્રા માટે લોકો દ્વારા કોઈ ઈન્કવાયરી કરવામાં આવતી નથી. સ્થિતી એ છે કે ભારતીયો દ્વારા માલદિવની લગભગ 8 હજાર હોટેલો અને 2,500 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ધડાધડ બુકિંગ કેન્સલ થતા માલદિવના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ભારતની ટ્રાવેલ એજન્સીઓને મોટો  તેમના ગ્રાહકોને લક્ષદ્વીપની યાત્રા કરવા માટે બમ્પર ઓફર કરવા લાગી છે. મેક માય ટ્રીપ ગ્રાહકોને લક્ષદિપની ફ્લાઈટ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 


બાયકોટ કેમ્પેઈનમાં બોલિવુડ અને સ્પોર્ટસ સેલિબ્રિટીઝ પણ જોડાઈ


#BycottMaldives અભિયાનમાં માત્ર સમાન્ય લોકો જ નહીં પણ બોલિવુડ અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓ પણ જોડાઈ છે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંદુલકર, મહાનાયક અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, જોન અબ્રાહમ, રણવીર કપૂર, કંગના રનૌત તથા શ્રધ્ધા કપૂર સહિતની જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયા આપી છે.   



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.