રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ, 159 તાલુકામાં મેઘ મહેર, મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ


  • Published By :
  • Published Date : 2023-09-17 13:11:44

શુક્રવારી જો વાદળી, રહે શનિશ્વર છાય,

ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા


એટલે કે શુક્રવારના વાદળ શનિવાર સુધી આકાશમાં છવાયેલા રહે તો ભડલી કહે છે વરસાદ વરસ્યા વગર ન રહે. ભડલીનો આ દોહો એકદમ સચોટ રીતે સાચો પડ્યો છે. 


ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે જેના પગલે નદી-નાળા છલકાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોડવાહડફમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે હડફ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભારે વરસાદ બાદ નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. જ્યારે હાલ હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે. 10 ઇંચ વરસાદના પગલે રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તે જ પ્રકારે છોટાઉદેપુર જિલ્લાની તમામ નદી નાળા છલકાયા છે. આ સાથે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. આ સાથે જ તંત્ર પણ એલર્ટ થયું છે અને કાંઠા વિસ્તારમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. ત્યારે મેઘરાજાની ફરી એન્ટ્રી થતાં ખેડૂતોના પાકોને નવું જીવનદાન મળ્યું છે.  


આ જિલ્લાોમાં થઈ મેઘ મહેર


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં 18 તાલુકામાં 5થી 10 ઇંચ સુધી, 17 તાલુકામાં 3થી 5 ઇંચ, 51 તાલુકામાં 1થી 3 ઇંચ જ્યારે 74 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 10 ઇંચ મોરવા હડફમાં, 9.7 ઇંચ છોટા ઉદેપુરમાં, 9.6 ઇંચ શહેરામાં અને 9.4 ઇંચ દાહોદ જિલ્લામાં નોંધાયો છે. આજે સવારથી રાજ્યના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકનાં વરસાદી આંકડા જોઇએ તો, છોટાઉદેપુરમાં10 ઇંચ, પાવીજેતપુરમાં 5.5 ઇંચ, કવાંટમાં 4.5 ઇંચ, નસવાડીમાં 2.4 ઇંચ, સંખેડામાં 3.5 ઇંચ જ્યારે બોડેલીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેરામાં 4.6, વિરપુરમાં 4.2 ઇંચ, સંતરામપુર માં 2 ઈંચ અને બાલાસિનોરમા 5 ઈંચ વરસાદ જેટલો વરસાદ ખાબકતા પાણી-પાણી જોવા મળી રહ્યું છે.  


આજે આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી


હવામાન વિભાગ, અમદાવાદના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે, 17મીએ દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત જે જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકશે તેમાં છોડાઉદેપુર, પંચમહાલ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.


આ 13 જિલ્લામાં યલો અલર્ટ


રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપ્યું છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ સંઘ પ્રદેશ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદની સંભાવના.. વરસાદની આગાહીને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન એલર્ટ મોડ પર છે.  તો અમદાવાદ શહેર અને જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. ગોતા, થલતેજ, બોપલ, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજપાર્ક, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.


શું છે રાજ્યના ડેમની સ્થિતિ?


સૌરાષ્ટ્રના સૌથી વધુ 13 સહિત રાજ્યના 21 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  દક્ષિણ ગુજરાતના ચાર,તો કચ્છ અને મધ્ય ગુજરાતના બે બે જળાશયો ભરાયેલા છે. છેલ્લા બે દિવસમાં વરસેલા સારા વરસાદથી રાજ્યના એલર્ટ પરના ડેમની સંખ્યા વધીને પહોંચી 131 પર પહોંચી છે. 85 હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 20 ડેમ વોર્નિંગ પર છે. 75 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?