ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તે ઓનલાઈન ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે, જેમાં તે અરબી પોશાક પહેરેલો જોઈ શકાય છે. સેહવાગ, જે તેના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતો છે, તે ઘણીવાર તેના મજેદાર ટ્વિટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી હેડલાઇન્સમાં રહેતો હોય છે. જો કે, તે આ વખતે તે તેના અરબી પોશાકના કારણે ચર્ચામાં આવ્યો છે.
દુબઈમાં રમાઈ હતી મેચ
શનિવારે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નિકોલસ પૂરનની આગેવાની હેઠળની MI અમીરાત અને સેમ બિલિંગ્સની દુબઈ કેપિટલ્સ વચ્ચે રમાયેલી ILT20 2024 ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે કોમેન્ટ્રી ડ્યુટી પર હતો. સેહવાગ અને અખ્તર બંને પારંપારિક અરબી પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને એકબીજા સાથે મજાક-મસ્તી કરી હતી.
???? Hypocrisy Exposed
Virender Sehwag lectures Indians about nationalism & patriotism to propagate BJP's agenda
And he is enjoying commentary with Pakístan cricketer Shoaib Akhtar in UAE, he is wearing outfit of Arab Sheikh
Will the BJP IT Cell rant?#DPWorldILT20FinalOnZee pic.twitter.com/4eKs17tvCe
— Amock (@Politics_2022_) February 17, 2024
તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
???? Hypocrisy Exposed
Virender Sehwag lectures Indians about nationalism & patriotism to propagate BJP's agenda
And he is enjoying commentary with Pakístan cricketer Shoaib Akhtar in UAE, he is wearing outfit of Arab Sheikh
Will the BJP IT Cell rant?#DPWorldILT20FinalOnZee pic.twitter.com/4eKs17tvCe
અરેબિક અવતારમાં સેહવાગ અને અખ્તરની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે, જેના પર ચારે બાજુથી પ્રતિક્રિયા આવી રહી છે. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેનને તેના પોશાક માટે યુઝર્સ દ્વારા જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકોએ 'રાષ્ટ્રવાદી' હોવા માટે અને જ્યારે તે ભારતમાં ન હોય ત્યારે પૈસા માટે કંઈ પણ કરવા બદલ તેની ઑનલાઇન ટીકા કરી હતી.