ઝારખંડના CM પર લટકતી તલવાર, રદ્દ થઈ શકે છે વિધાનસભાનું સભ્ય પદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 17:26:56

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગી શકે છે. હેમંત સોરેન પર પદનાં દુરપયોગ અંગેના આરોપને લઈ ચૂંટણી પંચે પણ હેમંત સોરેનનું વિધાનસભાનું સભ્ય પદ રદ્દ કરતી ભલામણ રાજ્યપાલને મોકલી દીધી છે.  


CM સોરેનની ખુરશી જોખમમાં


ઝારખંડમાં ભાજપના અગ્રણી નેતા અને  પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે સોરેન પર પદના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. સોરેને પોતાને ખાણનો પટ્ટો આપ્યો હતો જેમાં હિતોનો ટકરાવ અને ભ્રષ્ટાચાર બંને સામેલ છે. તેમના પર જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘનનો પણ આરોપ છે. ચૂંટણી પંચે મે મહિનામાં સોરેનને એક નોટિસ મોકલીને ખાણના પટ્ટા અંગે ખુલાસો માંગ્યો હતો.


જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન


ખાણના પટ્ટાની માલિકી હોવી તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની ધારા 9એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે સરકારી કોન્ટ્રેક્ટ વગેરે માટે અયોગ્યતા સાથે સંબંધિત છે. આ કેસ હાલ ચૂંટણી કમિશનની પાસે પેન્ડિગ છે. ઝારખંડ હાઈકોર્ટેમાં અરજી કરીને ખનન પટ્ટા આપવામાં કથિત અનિયમિતતાઓ અને મુખ્યમંત્રી પરિવારના સભ્યો તથા સહયોગીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક કંપનીઓના ટ્રાન્ઝેક્સનની તપાસની માંગ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ જૂને કહ્યું હતું કે તેનો મત છે કે તપાસની માગ કરતી અરજીઓને આ રીતે ફગાવી શકાય નહીં અને તે યોગ્યતાના આધાર પર કેસની સુનાવણી કરશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...