અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ ફર્મ પર EDનો સપાટો, રૂ.1.36 કરોડ રોકડ, 71 લાખનું સોનું, 2 લક્ઝરી કાર જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-19 19:23:23

રાજ્યના મોટા શહેરોમાં ચાલી રહેલા ફોરેક્સ ટ્રેડિગ પર ઈડીની બાજ નજર રહે છે. આજે ઈડીના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીની આ રેડ દરમિયાન અધિકારીઓને 1.36 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત EDના અધિકારીઓએ 71 લાખનું સોનું અને 2 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે. અચાનક જ ઈડીએ સપાટો બોલાવતા ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગમાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 


ઈડીએ કોની સામે કરી કાર્યવાહી  


EDના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ હાથ ધર્યું હતું. TP ગ્લોબલ FX દ્વારા ચાલતા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગને લઈ ED દ્વારા તપાસ કરાઈ રહીં છે. EDએ આરોપીઓના બેંક ખાતામાં રહેલા 14.72 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ મામલે EDએ સર્ચ હાથ ધર્યું હતું. 


ફોરેક્સ ટ્રેડિંગ શું છે, અને તે કેવી રીતે કામ કરે છે?


ફોરેક્સ માર્કેટ શું છે તે સમજવું જરૂરી છે. ફોરેક્સ અથવા વિદેશી વિનિમય બજાર એ છે જ્યાં એક કરન્સી બીજા અન્ય સામે ટ્રેડ કરવામાં આવે છે. આ વિશ્વના સૌથી સક્રિય રીતે ટ્રેડ કરેલા નાણાંકીય બજારો પૈકી એક છે. આ માર્કેટ 24 કલાક ચાલુ રહે છે. જ્યાં એક કરન્સી બીજા અન્ય ટ્રેડમાં કરવામાં આવે છે, જે વિશ્વભરના સ્ટોક માર્કેટમાં સંયુક્ત પણ ટ્રાન્ઝેકેશન પણ કરતી હોય છે. વૉલ્યુમ ખૂબ મોટી છે કે તેઓ વિશ્વભરના સ્ટૉક માર્કેટમાં તમામ સંયુક્ત ટ્રાન્ઝૅક્શન કરતાં વધુ છે.


ફોરેક્સ માર્કેટમાં વૈશ્વિક પહોંચ છે જ્યાં વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓ વેપાર માટે એકસાથે આવે છે. આ વેપારીઓ એકબીજા વચ્ચે સંમત કિંમત પર પૈસા ટ્રાન્સફર કરે છે. આ પ્રક્રિયા દ્વારા, વ્યક્તિઓ, કોર્પોરેટ અને કેન્દ્રીય દેશોની બેંકો એક કરન્સીને બીજામાં બદલી આપે છે. જ્યારે વિદેશમાં મુસાફરી કરે છે, ત્યારે બધા વિદેશની કેટલીક કરન્સી ખરીદીએ છે. તે મૂળભૂત રીતે એક ફોરેક્સ ટ્રાન્ઝૅક્શન છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?