દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિરની આસપાસ વધી રહેલા દબાણોને હટાવવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. સોમનાથમાં તંત્ર દ્વારા હાથ ઘરવામાં આવેલી આવેલી આ દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી કે. વી. બાટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તંત્રએ ચુસ્ત બંદોબસ્ત હેઠળ 9000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં ડીમોલેશન હાથ ધર્યું છે.
સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ અને સોમનાથ ને જોડતા મુખ્ય માર્ગ પર તેમજ આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ 02 DYSP, 07 PI, 18 PSI, SOG,LCB, 02 SRP કંપની સહિત 300 થી વધુ પોલીસ સ્ટાફ ઝુંબેશની સુરક્ષામાં ફાળવવામાં આવ્યો છે.
300 થી વધુ પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે Somnathમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું #somnath #somnathtempal #demolation #girsomnath #veraval #vmc #somnathdemolation #viral #jamawat #jamawatupdate pic.twitter.com/My8wp8ktFu
— Jamawat (@Jamawat3) October 8, 2023
9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં ડિમોલિશન
300 થી વધુ પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે Somnathમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું #somnath #somnathtempal #demolation #girsomnath #veraval #vmc #somnathdemolation #viral #jamawat #jamawatupdate pic.twitter.com/My8wp8ktFu
— Jamawat (@Jamawat3) October 8, 2023વેરાવળ અને સોમનાથ ને જોડતા મુખ્ય માર્ગ પર લગભગ 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં 27 થી વધુ વાણિજ્ય હેતુના દબાણ આ ઉપરાંત અનેક દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ગોઠવાયું છે. કોઈ તોફાની તત્વો શહેરમાં પ્રવેશ ના કરે તે માટે જિલ્લાની સરહદ શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ પર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.