'સેવામૂર્તિ' ઈલાબેન ભટ્ટએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, કાલે અંતિમયાત્રા નીકળશે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:28:32


સેવા શબ્દને જીવનમાં ઉતારી ચરિતાર્થ કરનારા સામાજિક કાર્યકર ઈલાબેન ભટ્ટનું અવસાન થયું છે. ઈલાબેન ભટ્ટે આજે 12.20 કલાકે ખાનગી હોસ્પિટલમાં  89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ છે. છેલ્લા આઠ દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અંતિમવિધિ માટે પાર્થિવ દેહ ને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું હતું. ઇલાબહેન ભટ્ટની અંતિમયાત્રા આવતી કાલે સવારે નીકળશે . 


મહિલાઓ ઉત્થાન અને સશક્તિકરણમાં પ્રદાન


સમાજની સ્ત્રીઓના ઉત્થાન અને સશક્તિકરણના હેતુંથી તેમણે 1972માં SEWA  (સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન) નામની સંસ્થાની શરૂઆત કરી હતી. વર્ષ 1972માં તેમણે ટેક્સટાઈલ્સ મજૂરોની મહિલાઓ માટે સ્થાપેલી સેવા સંસ્થા આજે એક વટવૃક્ષ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે પોતે જ ભણે, પોતે જ ચીજો બનાવે અને પોતે જ તેની કમાણી કરે તેનું વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઉદારણમાંથી એક SEWA બની ગયું છે. મહિલાઓનું આ જૂથ આજે 20 લાખ જેટલા સભ્યો ધરાવે છે. એટલું જ નહી પોતાના સભ્યો માટે એક બેંક પણ ધરાવે છે. સેવા બેંકની સફળતાથી પ્રેરાય ભારત સરકારે 2012માં માત્ર મહિલાઓ માટે જ અલગ રાષ્ટ્રીય બેંક સ્થાપી હતી.


અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન


ઈલાબેન ભટ્ટના સમાજપયોગી પ્રદાનને લઈ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમ કે રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનારા ઇલાબેન પ્રથમ ગુજરાતી મહિલા હતા.1977માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો, તે ઉપરાંત 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ, 1985માં પદ્મશ્રી અને 1986માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 27 મે 2011ના દિવસે (રેડ ક્લિફ ડે) પ્રતિષ્ઠિત રેડક્લિફ ચંદ્રક તથા મહિલા શક્તિકરણ અને સ્વાતંત્ર્ય માટે તેમણે જીવનભર કરેલા કાર્યો બદલ 2011માં ઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?