IIMમાં છેલ્લા કેટલાય સમયથી લોગો બદલવા માટે વિવાદ ચાલી રહ્યો હતો કે ડોમેસ્ટિક લોગો છે તેમાંથી સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં IIM ના ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવ્યો હોવાથી ફેકલ્ટી કાઉન્સિલે તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ લોગો બદલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે બોર્ડ ઓફ ગવર્ન્સની મિટિંગમાં લોગોમાં કેટલાક બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને હવે લોગોમાં બદલાવ કરી નવો લોગો તૈયાર કરવામાં આવ્યો છે.
AHMEDABADને બદલી IIMA લખવામાં આવ્યું !!!
IIM અમદાવાદમાં જુના લોગોમાં IIM અને તેની નીચે AHMEDABAD લખવામાં આવ્યું હતું તે બદલીને IIMA કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુના લોગોની અંદર વિદ્યાવિનિયોગાદ્વિકાસ: સંસ્કૃતમાં લખવામાં આવ્યું તે સંસ્કૃત શબ્દોને નવા લોગોમાં લોગોની નીચે રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત લોગોની અંદર જે જાળી હતી તે જાળીને નવા લોગોમાં વધુ બોલ્ડ કરવામાં આવી છે.
આના પર થયો વિરોધ !!
IIM-Aના પૂર્વ ડાયરેકટ બકુલ ધોળકીયાએ કહ્યું , અત્યારના ડાયરેક્ટરનો નિર્ણય બિલકુલ ખોટો છે, આ નિર્ણય મનસ્વી નિર્ણય છે. 1961થી IIM ના લોગોમાં આ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દો સાથે IIM એ અનેક ખ્યાતિ હાંસલ કરી છે. બોર્ડને ડાયરેક્ટરે પ્રપોઝલ આપ્યું ત્યારે ફેકલ્ટી પાસેથી એપ્રૂવલ પણ મેળવ્યું નથી. બોર્ડ દ્વારા આ નિર્ણય પરત ખેંચવો જોઈએ અને IIMનો લોગો જે અગાઉ હતો તે જ ઇન્ટરનેશનલ લોગો માટે રાખવો જોઈએ.