ગોવામાં હાલ 53મો ઈન્ટરનેશન્લ ફિલ્મ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલમાં જ્યૂરીએ અનુપમ ખેરની ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ્સને લઈ નિવેદન આપ્યું છે જેને કારણે ફરી એક વખત ધી કાશ્મીર ફાઈલ્સ ચર્ચામાં આવી છે. ફિલ્મને લઈ નિવેદન આપતા જ્યૂરી હેડ Nadav Lapidએ ફિલ્મને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી ફિલ્મ ગણાવી છે. Nadav Lapidના આવું કહેવાથી અનુપમ ખેર તેમજ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ભડકી ઉઠ્યા છે.
#WATCH | Anupam Kher speaks to ANI on Int'l Film Festival of India Jury Head remarks for 'Kashmir Files', "...If holocaust is right, the exodus of Kashmiri Pandits is right too. Seems pre-planned as immediately after that the toolkit gang became active. May God give him wisdom.." pic.twitter.com/cUQ1bqzFs7
— ANI (@ANI) November 29, 2022
અનુપમ ખેરે આપી પ્રતિક્રિયા
#WATCH | Anupam Kher speaks to ANI on Int'l Film Festival of India Jury Head remarks for 'Kashmir Files', "...If holocaust is right, the exodus of Kashmiri Pandits is right too. Seems pre-planned as immediately after that the toolkit gang became active. May God give him wisdom.." pic.twitter.com/cUQ1bqzFs7
— ANI (@ANI) November 29, 2022ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા Nadav Lapidએ કહ્યું કે અમે બધા હેરાન છીએ. આ ફિલ્મ અમને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી લાગી. વધુમાં તેમણે કહ્યું આ ફિલ્મ આટલા માટો અને પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહ માટે ઉચિત નથી. તેમના આ પ્રકારના નિવેદનથી સોશિયલ મીડિયા પર તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.
અશોક પંડિતે પણ આપી પ્રતિક્રિયા
પોતાની પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે આ નિવેદનની ટીકા કરી છે. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે અસત્યનું કદ ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ સત્યના કદથી તો હમેશાં નાનું જ રહેવાનું. જ્યારે વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓછા શબ્દોમાં તેમણે ઘણું બધુ કહી દીધું. અશોક પંડિતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ ફિલ્મને વલ્ગર ગણાવી ભારતની આતંકવાદ વિરૂદ્ધ કરેલી સંઘર્ષનું અપમાન કર્યું છે.