જો તમારૂ બાળક વધારે પડતો ફોન વાપરતો હોય તો ચેતજો, પ્રી-પ્રાઈમરી શાળામાં ભણતા બાળકોની દ્રષ્ટિ છે ! જાણો કોણે કર્યો સર્વે


  • Published By :
  • Published Date : 2023-08-11 14:23:25

એક સમય હતો જ્યારે બાળકો બહાર પોતાના ભાઈબંધો સાથે રમવા જતા હતા. તે રમત પણ શારીરિક રમત હોતી હતી. પરંતુ આજના કાલના બાળકો મોબાઈલ ફોનમાં વ્યસ્ત દેખાતા હોય છે. બહાર રમવા જવાની વાત તો દુર પરંતુ ખાતી વખતે પણ નાના બાળકોને ફોનની જરૂર હોય છે. ફિઝિકલ વર્ક આઉટ ન હોવાને કારણે તેમજ મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાને કારણે બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. કોરોના બાદ તો મોબાઈલ આપવી માતા પિતાની મજબૂરી બની ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભણવાનું પણ મોબાઈલમાં જ થતું હતું. જેને લઈ બાળકો જાણે મોબાઈલને આધીન થઈ ગયા હતા. 



શાળા દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓની આંખોનું પરિક્ષણ 

બાળકોને આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત દેખાય છે. મોબાઈલમાં કેટલા ફીચર્સ છે એ કદાચ જેટલી માટોઓને ખબર નહીં હોય પરંતુ બાળકોને તે ખબર હશે અને આસાનીથી એ કરી પણ આપશે જો આપણને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો. ત્યારે અમદાવાદની ખાનગી શાળા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓની આંખોનું પ્રરિક્ષણ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં પ્રી પ્રાઈમેરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની દ્રષ્ટી નબળી છે. 


રિપોર્ટમાં જે આંકડા આવ્યા તે ચોકાવનારા છે...

જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કરાયેલા ખુલાસા ચોંકાવનારા છે. રિપોર્ટ અનુસાર 2.5 વર્ષથી 6 વર્ષની ઉંમરના બાળકોની આંખો નબળી નોંધાઈ હતી. આ વિદ્યાર્થીઓમાંથી લગભગ પાંચના ભાગના બાળકોને ચશ્મા આટલી નાની ઉંમરે આવી ગયા છે.  સ્કુલ દ્વારા નર્સરીથી સિનિયર કેજી સ્તરના 1,723 વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી. સ્કુલ દ્વારા કરવામાં આવેલી આ પહેલનો હેતુ નાની વયના બાળકોની આંખની દ્રષ્ટિ અને આરોગ્યનું મૂલ્યાંકન કરવાનો હતો.     


નબળી દ્રષ્ટિ હોવાના આ હોઈ શકે છે કારણ 

આ રિપોર્ટ બાદ માતા પિતા માટે બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃત થવાની જરૂર છે. આટલી નાની ઉંમરે બાળકોની દ્રષ્ટિ નબળી હોવી એ ચિંતાનો વિષય છે. બાળકના આરોગ્ય માટે સુધારાત્મક પગલા લેવામાં આવે તેવા હેતુથી આ સર્વે કરવામાં આવ્યો છે. નાના બાળકોમાં પ્રચલિત નબળી દ્રષ્ટિના ત્રણ પ્રાથમિક કારણો હોઈ શકે છે. પહેલું કારણ બાળકમાં અપૂરતી આઉટડોર પ્રવૃત્તિ, મોબાઈલનો વધુ પડતો ઉપરાંત ટીવી સ્ક્રીન પર વિતાવવામાં આવતા અનેક કલાકો આની પાછળ કારણભૂત હોઈ શકે છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.