વિકાસ જોવો છે તો...Chhota udepurની આ શાળા જોઈલો! વિકાસની વાતો બાળકોને ભણવા માટે ઓરડા નથી! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-04 09:27:43

નેતાઓના મોઢે અનેક વખત વિકાસશીલ ગુજરાત, ગુજરાત એટલે વિકાસ મોડલ જેવી વાતો, વચનો સાંભળ્યો હશે. ગામડાઓ સુધી અત્યાનુધિક સુવિધાઓ પહોંચી છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ગામડાઓથી, અંતરિયાળ વિસ્તારથી અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ વિકાસની વાતો પોકળ સાબિત થાય છે. તે વાત ખોટી પડે છે કારણ કે જે દ્રશ્યો હોય છે તે વિકાસની વાતો પર તમાચો મારે તેવા હોય છે! છોટા ઉદેપુરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં વિદ્યાર્થી ભણવા માટે તો આવ્યા છે પરંતુ ક્લાસરૂમ નથી. દોઢ વર્ષથી શિક્ષકો તેમજ ગ્રામજનો દ્વારા આ અંગેની રજૂઆત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ શું છે તે આપ જોઈ શકો છો. તે સિવાય એવા બીજા દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ અને ટ્રેક્ટરથી એમ્બ્યુલન્સને ખસેડવામાં આવી. 

ઠંડીમાં પણ બહાર બેસી ભણવા બાળકો મજબૂર! 

આ દ્રશ્યો જોઈને એક સવાલ પૂછવાની ઈચ્છા થાય કે છોટાઉદેપુર ગુજરાતમાં આવે છે કે નહીં? આ સવાલ એટલા માટે પણ પૂછવાની ઈચ્છા થાય કારણ કે સરકાર જે ગુજરાત અને ગુજરાતના વિકાસની વાત કરે છે એમાં તો છોટાઉદેપુર ક્યાંય નથી આવતું.. વિકાસ તો છોડો અહીંયાં તો જીવન જરૂરી વસ્તુઓ પણ અને સગવડો પણ નથી પહોંચી રહી! બાળકોનો જે વીડિયો સામે આવ્યો તેમાં નાના નાના બાળકો ઠંડીમાં પણ બહાર બેસીને ભણે છે. કારણ શું તો ત્યાં ક્લાસરૂમ જ નથી. દોઢ વર્ષથી શિક્ષકો અને ત્યાંના લોકો રજૂઆત કરીને થાક્યા પણ કોઈ પ્રકારે કામ જ નથી થતું.


નથી સારો રસ્તો, નથી પીવા માટેનું પાણી...!

સરકારને મારે માત્ર એટલું કહવું છે કે જો તમે ત્યાં શાળા ન બનાવી શક્તા હોવ તો ત્યાં બોર્ડ લાગવી દો કે છોટાઉદેપુરના છોકરાઓને સપના જોવાનો કોઈ અધિકાર નથી. એ લોકો ભણીગણીને આગળ નહીં વધી શકે. માત્ર શાળાની તકલીફ થોડી છે ત્યાં તો રસ્તા નથી પીવા માટે પાણી નથી ટોઇલેટ નથી. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક સગર્ભાને 108 લેવા પહોંચી તો રસ્તા સારા ન હોવાને કારણે એને ટ્રેક્ટરથી ખેચી જવી પડી. શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?