ચેતી જજો!!! જો તમારા ફોનમાં આ એપ હશે તો ખાતું થઈ જશે ખાલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:31:43

આજકાલ ઓનલાઈન છેતરપિંડી એક લિંક પર ક્લિક કરવાથી બૅન્ક અકાઉંટ ખાલી થઈ ગયાની ઘટના વધી રહી છે. એવામાં વધુ એક વાઈરસ લોકોને પરેશાન કરવા આવી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક નવો જ માલવેર વાયરસ જોવા મળી રહ્યો છે જેનું નામ હાર્લી છે, જે ઘણા એવા એપમાં પ્રવેશી ગયો છે. જેનો ઉપયોગ આપડે રોજિંદા જીવનમાં કરી રહ્યા છીએ. જાણવા મળી રહ્યું છે કે આ વાઈરસથી બેંક એકાઉન્ટ ખાલી રહ્યું છે. 


શુ છે આ હાર્લી વાઇરસ ?

એક રિપોર્ટ અનુસાર હાર્લી નામ એ હોલીવૂડના ફિલ્મના એક પાત્ર પરથી રાખવામાં આવ્યું છે. 2020થી અત્યાર સુધી આ વાઈરસ 190 એપમાં જોવા મળેલ છે. 48 કરોડથી પણ વધુ લોકો એ આ વાઈરસવાળા એપ ડાઉનલોડ કરી લીધી છે. આ વાઇરસ Google Play store પર વધારે વાપરવામાં આવતી એપ્લિકેશનને શિકાર બનાવે છે અનેતેના જેવી જ બીજી ડુપ્લિકેટ એપ તૈયાર કરે છે. તે લોકોને પેઈડ સબ્સ્ક્રિપ્શન વીના જ સાઇન અપ કરવાની મંજૂરી આપે છે અને ઈન્સ્ટોલ થયા પછી આ વાયરસવાળી ડુપ્લિકેટ એપ સક્રિય બને છે. એ પછી હાર્લી માલવેર યુઝરની મંજૂરી વીના જ મોંઘા સબસ્ક્રિપ્શનને એક્ટિવેટ કરે છે અને તેને કારણે યુઝર્સની જાણ વીના તેના બેંક ખાતામાંથી પૈસા કપાય છે. તો જરૂરી ના હોય તેવી એપ્લિકેશન ડાઉનલોડ ના કરો. 


તમે કેવી રીતે બચી શકો આ વાઈરસ

આ વાઈરસથી બચવા માટે કોઈ પણ એપ ડાઉનલોડ કરતાં પેલા તેના રિવ્યૂ વાંચવા જરૂરી છે, ઉપરાંત તમારી અંગત માહિતી જેવી કે ફોન નંબર, લોકેશન વગેરે અજાણ્યા એપને આપવાનું ટાળવું જોઈએ. 


નીચેની એપમાં આ વાઈરસ જોવા મળ્યો છે

1) પોની કેમેરા 

2) લાઈવ વૉલપેપર એન્ડ થીમ લોન્ચર 

3) એક્શન લોન્ચર એન્ડ વોલપેપર 

4) કલર કૉલ

5) ગૂડ લોન્ચર

6) મંડી વિજેટ

7) ફન કોલ- વોઈસ ચેન્જર

8) EVA લોન્ચર

9) ન્યૂલૂક લોન્ચર 

10) પીક્ષેલ સ્ક્રીન એપ્લિકેશન 

જો ઉપરનામાંથી કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો તરત કાઢી નાખજો હોં! જો નહીં કાઢો તો તમારા બેંક ખાતામાંથી રૂપિયા સ્વાહા થઈ જશે. જો તમારી જાણ બહાર રૂપિયા ઉપડે છે તો તરત જ બેંક અને સાયબર પોલીસની મદદ લેવી.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...