પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહી કરો તો પડી શકે છે આ મુશ્કેલીઓ! જાણો કેમ વસૂલાઈ રહ્યો છે 1000રુ. નો ચાર્જ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 19:26:39

છેલ્લાં કેટલાંય દિવસથી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું હોય તો 1000 રુપિયા આપવા પડે છે, ત્યારે એ મુદ્દે ઘણું ક્નફ્યુઝન છે, કે આખરે આ મુદ્દો શું છે?                          

હકીકતમાં બાબત એવી છે કે ભારતના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ જાહેરાત કરી હતી કે તમારે પાનકાર્ડને અને આધારકાર્ડ સાથે ફરિજીયાત લિંક કરવું પડશે અને તે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022, રાખવામાં આવી હતી, અને જો તે પછી કોઈ પાનને આધાર સાથે લિંક નથી કરાવતા, તો તેમને પેનેલ્ટી ચૂકવીને બંને કાર્ડને લિંક કરાવવા પડશે. અને તે માટે જૂન 2022 સુધી 500 રુપિયા પેનેલ્ટી રાખવામાં આવી હતી, અને જુલાઈ 2022 થી માર્ચ 2023 સુધી આ પેનેલ્ટીને 500થી વધારીને 1000 રુપિયા કરવામાં આવી. અને તેને લીધે જ હાલ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રુપિયાનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.

1000 રુ. પેનેલ્ટી હોવાથી લોકોને આર્થિક ફટકો

એટલે જે લોકોને એ લાગતું હતું કે આ 1000 રુપિયા જેટલી રકમ તેમની પાસેથી વસુલાય છે, તે એક પ્રકારનો ફ્રોડ છે, પણ તેવું જરાય નથી. એ સરકારનો જ આદેશ છે અને કર્મચારીઓ એ આદેશ પર જ કામ કરી રહ્યાં છે, હવે આમા, બીજા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યાં છે, કે સરકાર આની પર સમાન્ય પેનેલ્ટી પણ રાખી શકતી હતી ને ? કેમ કે કોઈ સામાન્ય માણસ માટે 1000 રુપિયા નીકળવા એ કંઈ સહેલી વાત નથી, કારણ કે રોજ કમાવીને રોજનું ખાનારો માણસ તો 1000 રુપિયા એક ઝાટકે આપી દે છે તો કદાચ 10 દિવસ તેના ઘરમાં તેનો ચૂલો નહી સળગે..એટલે આવા ગંભીર પ્રશ્નો તો સરકારને પૂછવા જ પડે. આ સિવાય વધુ એક સવાલ નાગરિકોને પણ થાય કે સરકાર પણ તો કેટલાંય વર્ષોથી બૂમો પાડીને થાકી ગઈ પણ આપણે એ તસ્દી ક્યારેય નથી લીધી અને એના કારણે જ હાલ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. 

જો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો શું થશે? 

હવે વાત કરીએ કે જો 31 માર્ચ 2023 પછી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો શું થશે…તો જો એવું નહીં કરવામાં આવે તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય એટલે કે ડિફોલ્ટ થઈ જશે, પછી એ પાનકાર્ડનો ઉપયોગ તમે ઈન્કમટેક્સને લગતા કોઈ કામ માટે નહીં કરી શકો.,અને એટલું જ નહીં જો પાનને આધારસાથે લિંક કરવામાં નહીં આવે તો તમે ઈન્ક્મટેક્સ રિર્ટન પણ ફાઈલ નહીં કરી શકો અને અત્યારસુધી જે રિર્ટનને તમે ફાઈલ કર્યા છે, તેનું રિફંડ પણ તમને મળશે નહીં. તેથી બને એટલી ઝડપથી તમારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?